તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉપર હુમલાં થતા મહેસાણામાં આપના કાર્યકર્તાઓએ કલેક્ટર મારફતે CM રૂપાણીને પત્ર લખ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગેવાનો પર હુમલા રોકવા અને સલામતી પુરી પાડવા રજૂઆત કરવામાં આવી

આપ પાર્ટીના પ્રદેશ આગેવાનો પર હુમલાની ઘટનાને લઇ રાજ્યભરના આમ આદમી પાર્ટીના કાર્યક્રરોમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં આજે મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટી દ્રારા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને પત્ર લખી આગેવાનો પર હુમલા રોકવા અને સલામતી પુરી પાડવા રજૂઆત કરવામા આવી હતી.

મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ જીગ્નેશભાઇ પટેલની આગેવાની હેઠળ આજે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી અને મહેશભાઇ સવાણી સહિતના ઉપર વારંવાર હુમલાની ઘટનાઓને ટાંકી તેઓને સુરક્ષા પુરી પાડવા માંગ કરી રહ્યા છે. તેમજ દરેક હુમલામાં ઓળખાયેલા અસામાજીક તત્વોનું સત્તાધારી ભાજપ પક્ષ સાથે કનેક્શન હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કરી રહ્યા છે.

પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર ઘાતક હુમલાએ સદંતર અયોગ્ય હોવાનું પણ જણાવ્યુ છે. જેથી સરકાર દ્રારા આ મામલે કોઇ યોગ્ય પગલાં નહી ભરવામાં આવે તો આપ પાર્ટી દ્રારા સરકાર સામે અહિંસાના માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...