તહેવાર પર મારમારી:કડીમાં ધાબા પરથી થુકવા જેવી નજીબી બાબતે માથાકુટ, બે યુવાનો પર ત્રણ શખ્સોએ જીવલેણ હથિયાર વડે હુમલો કર્યો

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ, ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

મહેસાણા જિલ્લાના કડીમાં ઉત્તરાયણના તહેવારના દિવસે નજીબી બાબતે મારામારી થયાની ઘટના સામે આવી છે. કડીમાં આવેલા થોળ રોડ પર સમૃદ્ધિ સોસાયટીમાં થુકવા જેવી નજીવી બાબતે ત્રણ ઈસમોએ બે યુવનો પર છરીઓ અને તલવાર વડે હુમલો કરતા બંને યુવાન ઇજાગ્રસ્ત બન્યા હતા. હાલના બંને યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કડીમાં આવેલા થોળ રોડ પર સમૃદ્ધિ સોસાયટીમાં બ્લોક 3જીમાં 101 નંબરના ફ્લેટમાં રહેતા લોકો પોતાના બ્લોકના ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા. એ દરમિયાન ધાબા પરથી અરવિંદ નામના યુવકે રોડ પર થુકતાં પાડોશીએ થુકવા મામલે યુવાનને ટકોર કરી હતી.

બાદમાં નજીવી બાબતે સામસામે બોલાચાલી થતા નીચેના ફ્લેટમાં રહેતા યોગેશ ઠાકોર, શક્તિ ઠાકોર અને રાજુજી ઠાકોર પોતાના હાથમાં છરી અને તલવાર લઇ ધાબા પર આવી ગયા હતા. જ્યાં અરવિંદને છરીના ઘા મારતા યુવાન લોહીલુહાણ બન્યો હતોય બાદમાં તેની ફોઈનો દીકરો અજય છોડાવવા આવતા તેણે પણ તલવાર મારી હતીય

બંને યુવાન લોહીલુહાણ હાલતમાં બુમાબુમ કરતા આસપાસ લોકો આવી જતા હુમલો કરનાર પાડોશીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં બંને ઘાયલ યુવાનોને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવાનને પેટના ભાગે ચાર ટાંકા, તો બીજા યુવાને જમણા હાથે નવ ટાંકા આવ્યા હતા. સમગ્ર મામલે હાલમાં કડી પોલીસ મથકમાં હુમલો કરનાર યોગેશ ઠાકોર, શક્તિજી ઠાકોર અને રાજુ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...