ધરપકડ:કડીમાં પાન મસાલાની દુકાનમાં ચોરી કરનારા ત્રણ ચોર ઝડપાયાં

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કડી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી મુદ્દામાલ રિકવર કર્યો
  • પાન મસાલા​​​​​​​, કોસ્મેટિક્સ સહિત 1.23 લાખની મત્તાની ચોરાઇ હતી

કડીના બમ્બાગેટ શાક માર્કેટ પાસે આવેલા તિરૂપતિ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી પાન મસાલાની દુકાનમાં રવિવારે રાત્રે રૂ. 1.23 લાખની ચોરીનો ભેદ ઉકેલીને કડી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.કડીના ત્રણેય શખ્સો પાસેથી પોલીસે ચોરી કરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

કડીના નાની કડી રોડ ઉપર સંતરામ સીટીના સરદાર વીલા રોહાઉસમાં રહેતા કરણ મધુસૂદનભાઈ ઠક્કર તિરૂપતિ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરની 3 દુકાનોમાં ભવ્ય સેલ્સથી પાન મસાલા, કોસ્મેટિક્સ અને કરિયાણાનો વેપાર કરે છે.

રવિવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ દુકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ કરી રૂપિયા 1,23,225 ની કિંમતના પાન મસાલા, કોસ્મેટિક્સની ચીજવસ્તુઓ તેમજ કરિયાણાના સામાનની ચોરી કરી હતી. કડીના મણીપુર,મલ્હારપુરા અને કર્ણપુરાના ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપી
1.ગોપાલ હરગોવનભાઈ રાવળ (રહે.મણીપુર 2.રવિ ભરતભાઈ રાવળ (રહે. મલ્હારપુર તા.કડી) 3. ચિંતન વિનોદભાઈ પરમાર (રહે. કર્ણપુરા તમામ તા.કડી)

અન્ય સમાચારો પણ છે...