તસ્કરો બેફામ:કડી તાલુકામાં ત્રણ દિવસમાં ત્રણ ચોરીની ઘટના, કડી અને નંદાસણમાં બંધ મકાનને ટાર્ગેટ કરાયા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડીમાં બંધ મકાનમાં ચોરો રૂ. 4 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર
  • નંદાસણમાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી

મહેસાણા જિલ્લાના કડીમાં છેલ્લા ત્રણ દિવસોથી તસ્કરો બેફામ બન્યા છે. બે દિવસ અગાઉ એક કંપનીમાંથી તસ્કરો લાખોમાં મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. જ્યારે બીજા જ દિવસે કડી તાલુકાના નંદાસણ અને કડી શહેરમાં આવેલા મકાનમાં તસ્કરોએ ઘરમાં પડેલા સોના ચાંદીના દાગીના મળી લાખોની ચોરી કરી રફુચક્કર થયા છે.

પરિવાર ગામડે નિવેધ કરવા ગયો અને ચોરો ઘરમાં હાથ સાફ કર્યો

કડી શહેરમાં આવેલા કરણનગર રોડ પર અંબિકા સોસાયટીમાં રહેતો પરિવાર પોતાના ગામ વરમોર આઠમ નિમિતે નિવેધ કરવા ગયા હતા. એ દરમિયાન તસ્કરોએ બંધ મકાનમાં દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં પડેલી તિજોરીના દરવાજા તોડી તેમાં પડેલા સોના ચાંદીના દાગીના જેની કિંમત 4 લાખ 80 હજાર 500ના દાગીના અને 13 હજાર રોકડ રકમ મળી કુલ 4 લાખ 93 હજાર 500ની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર મામલે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

નંદાસણ પાસે આવેલા ધારપુરમાં શિક્ષકના બંધ મકાનના તાળા તૂટ્યા

કડી તાલુકામાં ચોરી ની બીજી ઘટના નંદાસણ પાસે આવેલા ધારપુરમાં એક શિક્ષકના બંધ મકાનમાં થઈ હતી. જેમાં તસ્કરોએ દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં પડેલા સોના ચાંદીના દાગીના જેની કિંમત કુલ 1 લાખના મત્તાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા. શિક્ષકે ચોરી અંગે નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે ચોરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...