તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણની ફરિયાદ:લીંચ, બ્રાહ્મણવાડા અને મેડા આદરજની ત્રણ સગીરા ગુમ

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાંઘણજ, ઊંઝા અને બાવલુ પોલીસે અપહરણની ફરિયાદ નોંધી

મહેસાણામાં ત્રણ સગીરાઓ ગુમ થતાં ત્રણ પોલીસ સ્ટેશનોમાં તેમના અપહરણ અંગે ગુનો નોંધાયો છે. મહેસાણાના લીંચ ગામની 17 વર્ષની કિશોરી 3 ફેબ્રુઆરીએ સાંજે ઘરેથી કુદરતી હાજતે જવાનું કહીને નીકળ્યા બાદ પરત ન ફરતાં શોધખોળ હાથ ધરાઇ હતી. સગા-સંબંધીઓ અને ગામમાં તપાસ કરવા છતાં કોઇ માહિતી ન મળતાં તેણીનું અપહરણ થવા અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જ્યારે ઊંઝાના બ્રાહ્મણવાડાની સગીરા ગુમ થતાં શોધખોળ બાદ પણ ભાળ ન મળતાં તેના પિતાએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં તેમની સગીર પુત્રીને અજાણ્યો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો ગુનો નોંધાવ્યો હતો.

આ ઉપરાંત, કડી તાલુકા ના મેડા આદરજની સગીરા ગુમ થયા બાદ પરિવારે કરેલી શોધખોળ વચ્ચે તેણીને સુરજ ગામનો લાલજી છનાજી ઠાકોર અપહરણ કરી ગયાની જાણ થતાં બાવલુ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો