તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નાનીદાઉ નજીક કારને બાઇક ચાલકે ટક્કર મારતાં ત્રણ વ્યકતિને ઈજા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાંકરેજ તાલુકાના રણાવાડાનો પરિવાર મહેસાણા આવી રહ્યો હતો
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા,બાઈકચાલક સામે ફરિયાદ

બનાસકાંઠાના રણાવાડા ગામના ખેડૂત રવિવારે કામકાજ અર્થે મહેસાણાના મેઉ ગામે કાર લઇને અાવી રહ્યા હતા. ત્યારે તેનો બપોરના સમયે નાનીદાઉ ગામની સીમમાં અાવેલી સ્કૂલ સામે રોડની સાઇડમાં ઉભા રહ્યા હતા. અે સમયે પાછળથી અાવેલા બાઇક ચાલકે કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અા ટક્કરમાં બાઇક ચાલક સાથે બે મહિલાઅોને ઇજા પહોંચી હતી.આ અંગે બાઈકચાલક સામે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાંકરેજ તાલુકાના રણાવાડા ગામના મહેન્દ્રભાઇ દેવરામભાઇ દવે રવિવારે કાર (જીજે 02 બીડી 0867) લઇને મેઉ ગામે કામકાજ અર્થે અાવવા નિકળ્યા હતા.

તેઅો નાનીદાઉ ગામની સીમમાં અાવેલી અેકલવ્ય સ્કૂલની સામેના રોડની સાઇડમાં કારને પાર્ક કરી ઉભા હતા. અા દરમિયાન પાછળથી અાવી રહેલા બાઇક (જીજે 08 બીઅાર 2768)ના ચાલકે કારને પાછળના ભાગે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં અજાણ્યા બાઇક ચાલક અને બે મહિલાઅોને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હતા. અા મામલે કાર ચાલકે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...