• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Three Persons Were Caught Taking Diesel For 65 Rupees And Selling It For 75 Rupees From A Truck Driver Coming To Eat At A Dhaba Near Cooks In Mehsana.

ડીઝલનું ગેરકાયદે વેચાણ:મહેસાણાના કુકસ પાસે ઢાબા પર જમવા આવતા ટ્રક ડ્રાઈવર પાસે 65 રૂપિયે લીટર ડીઝલ લઈ 75માં વેચાણ કરતા ત્રણ શખ્સો ઝડપાયા

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3010 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

મહેસાણા તાલુકામાં આવેલા કુક્સ પાસે ઢાબા પર જમવા આવતી ટ્રકોના ડ્રાઇવર પાસેથી ઓછી કિંમતે ડીઝલ લઇ ઊંચી કિંમતે વેંચતા ત્રણ ઝડપાયા સમગ્ર મામલે મહેસાણા એસઓજી ટિમ અને AHTU ટીમને બાતમી મળતા કાર્યવાહી કરી હતી.

મહેસાણા નજીક કુક્સ ગામની સીમમાં શ્રી રામદેવ ધાબા હોટલ ની બાજુમાં એક ઓરડીમાં અલગ અલગ સાઈઝના પ્લાસ્ટિકના ટાંકાઓમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર ડીઝલ રાખી વેપાર કરતા હોવાની જાણ પોલીસને થતા મહેસાણા એસઓજી ટિમ અને AHTUની ટીમે દરોડો પાડી ત્રણ ને દબોચી લીધા હતા.

ધાબા પર આવતી ટ્રકોના ડ્રાઇવર પાસેથી ઓછી કિંમતે ડીઝલ ખરીદી કરતા
મહેસાણા એસઓજી ના દરોડા દરમિયાન તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા બે માસથી ત્રણ ઈસમો હોટેલ પાસેની ઓરડીમાં હોટલ પર જમવા આવતા ટ્રકના ડ્રાઇવર પાસે 60 થી 65 ના ભાવે ડીઝલ ખરીદી કરી બાદમાં આ ડીઝલ અન્ય સ્થળે એક લીટર ના 70 થી 75 રૂપિયાના ભાવે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. હાલમાં રેડ દરમિયાન ટીમે 3010 લીટર ડીઝલ નો જથ્થો સહિત કુલ 2 લાખ 76 હજાર 920 નો મુદામલ કબ્જે કરી રાજપૂત ઉદેસીહ ખુમાન સિંહ રહે રાજસ્થાન , રાજપૂત કિશન સિંહ ગોપાલ સિંહ રહે.રાજસ્થાન, રાજપૂત છગન સિંહ કિશન સિંહ રહે.રાજસ્થાન વાળાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...