મહેસાણા જિલ્લામાં લૂંટ, ચોરી અને હત્યા જેવા બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગુનેગારો ગુનાને બેફામ પણે અંજામ આપી રહ્યા છે. આજે કડીમાં આવેલા છત્રાલ રોડ પરની બેંક પાસે એક પેટ્રોલપંપના કર્મચારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનની ઘટના સામે આવી છે.
કડીમા નંદાસણ રોડ પર આવેલા એન.સી.દેસાઈ પેટ્રોલપંપ પર ફરજ બજાવતો કર્મચારી આજે સવારે 10 કલાકે કડી છત્રાલ રોડ પર આવેલા અશ્વમેઘ કોમ્પલેક્ષમાં એચડીએફસી બેંકમાં પૈસા જમા કરાવવા ગયો હતો. એ દરમિયાન કોમ્પલેક્ષ બહાર રોડ પર ત્રણ ઈસમો બાઈક લઈને ઉભા હતા જેમાં બે ઈસમો બાઈક રીપેર કરવાનો ઢોગ કરતા હતા અને એક ઈસમ રોડ પર કર્મચારીની રાહ જોઈ રહ્યો હતો.
જેવો કર્મચારી બેંક તરફ અવતાની સાથેજ બાઈક પાસે બેસેલા ત્રણ ઈસમોએ કર્મચારીના મોઢા પર સ્પ્રે માર્યો હતો. જ્યા કર્મચારીએ પોતાના મોઢા પર ચશ્માં પેર્યા હોવાથી આંખ બચી ગઈ હતી અને લૂંટ કરવા આવેલા લૂંટારુઓએ પૈસા ભરેલ બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીએ લૂંટારુનો સામનો કર્યા બાદ બેગ લઈને બેંકમાં ભાગી ગયો હતો. લૂંટારુઓનો લૂંટ કરવાનો પ્લાન નિષફળ ગયો હતો. સમગ્ર ઘટનામાં લૂંટ કરવા આવેલા ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. ઘટના મામલે પોલીસને જાણ કરતા પોલીસે પણ આ મામલે વધુ તપાસ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.