સદનસીબે જીવ બચી ગયો:ખેરાલુમાં લગ્ન પ્રસંગમાં જતા સમયે બે બાઇકો સામસામે અથડાયા, ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેરાલુ તાલુકાના ગોરીસણા રોડ પર પ્રસંગમાં જતા સમયે રોડ પર સામ-સામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેથી 3 લોકોને ઇજાઓ થઈ હતી. ઇજાઓ પામેલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, તેમજ અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પરિવારમાં લગ્ન હોવાથી જમવા જઇ રહ્યાં હતા
ખેરાલુ તાલુકામાં આવેલા આંબાવાડામાં રહેતા ઠાકોર મહેશજી એ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે, તેઓ તેમનો દીકરો અને ભત્રીજો ત્રણ વ્યક્તિ બાઇક પર બેસી તેઓના ગામના ખરવા પરિવારમાં લગ્ન હોવાથી જમવા જઇ રહ્યાં હતા.

ફરિયાદીને પગે ફ્રેક્ચર, દીકરાને કપાળના ભાગે ઇજાઓ
અબાવાડાથી ગોરીસણા રોડ પર જતા હતા, ત્યાં ગંગાપુરા નજીક સામેથી અન્ય એક બાઇક ઓવર સ્પીડમાં આવી ફરિયાદીના બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદીનો દીકરો અને ભત્રીજો રોડ પર પટકાતા ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ પરિવારને થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજા પામેલાને ખેરાલુ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, તેમજ અકસ્માતમાં ફરિયાદીને પગે ફ્રેક્ચર દીકરાને કપાળના ભાગે ઇજાઓ થઈ હતી અને સામે અકસ્માત સર્જનારા બાઇજ ચાલકને પણ ઇજાઓ થઈ હતી. આ સમગ્ર મામલે (GJ2BF8423)ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...