જીવલેણ હુમલો:મહેસાણામાં મિત્રના ઘરે જમવા ગયેલા યુવક પર અન્ય ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા ખાતે રહેતો મીન્ટું કુમાર પોતાની સાથે કામ કરતા મિત્રના ઘરે જમવા ગયો એ દરમિયાન જમીને બે મિત્રો બેઠા હતા. ત્યારે ફરિયાદીના સાથે કામ કરતા અન્ય ત્રણ યુવકોએ ફરિયાદી યુવકને ઢોર માર મારી ઘાયલ કરી મુકવાની ઘટના સામે આવી છે.સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા શહેરમા રહેતો મીનટુ નામનો યુવક સાથે કામ કરતા મિત્રના ઘરે જમવા ગયો હતો જ્યાં જમીને બે મિત્રો બેઠા હતા. ત્યારે અમન અને નયન નામના બે યુવકો જે ફરિયાદીની કંપનીમા કાજ કરે છે, તેઓ પોતાની હાથમાં ચામડાનો પટ્ટો અને બેટ લઈ ફરિયાદ પાસે આવી કહેલ કે "તું આમને કંપનીમાં કામ બાબતે કેમ ઠપકો આપે છે" એમ કહી માથાકૂટ કરી ફરિયાદી પર ગરડા પાટુ નો માર માર્યો હતો બાદમાં તેઓના હાથમાં રહેલ બેટ અને પટ્ટા વડે હુમલો કર્યો હતો.

તેમજ મારામારી દરમિયાન હુમલો કરનાર યુવકોનું ઉપરાણું લઇ ને આશિષ નામનો યુવક પણ આવી જતા ફરિયાદી ને છાતી ના ભાગે માર માર્યો હતો સમગ્ર ઘટનામાં યુવકને ત્રણે યુવકોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા.તેમજ યુવકને માર મારતા પાંસળીઓ માં ફેક્ચર,થયું હતું તેમજ હાલમાં યુવક સારવાર હેઠળ છે સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન માં હુમલા ને લઈ ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...