તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:મહેસાણાની ત્રણ નર્સરીમાં 650 હેક્ટરમાં રોપી શકાય તેટલા લીંબુના છોડ તૈયાર કરાઇ રહ્યા છે

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનએચબી માન્ય નર્સરીઓના 1.30 લાખ લીંબુના રોપાની રાજ્યભરમાં માંગ

મહેસાણા જિલ્લાની એનએચબી માન્ય 3 નર્સરીમાં તૈયાર થતાં લીંબુના રોપાની રાજ્યભરમાં માંગ રહેતી હોય છે. ત્યારે ચાલુ સાલે ચોમાસુ સિઝન માટે આ ત્રણેય નર્સરીમાં 1.30 લાખ રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એટલે કે, 650 હેક્ટરમાં રોપી શકાય તેટલા લીંબુના છોડ તૈયાર કરાઇ રહ્યા છે. મહેસાણા જિલ્લો રાજ્યમાં સૌથી વધુ લીંબુનો ઉતારો મેળવતો જિલ્લો છે.

ખેડૂતોને સબસીડીવાળા લીંબુના છોડ મળી રહે તે માટે નેશનલ હોર્ટીક્લચર બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાની 3 નર્સરીઓને માન્યતા આપવામાં આવી છે. આગામી ચોમાસાની સિઝન શરૂ થતાં લીંબુના બગીચાનું વાવેતર પણ શરૂ થશે. તેની તૈયારીના ભાગ રૂપે જિલ્લાની 3 નર્સરીમાં 1.30 લાખ રોપા હાલમાં તૈયાર કરાઇ રહ્યા છે. જેમાં વિજાપુર વસઇની ગણેશ ફાર્મ એન્ડ નર્સરીમાં 70 હજાર અને પામોલની એ.જી.હોર્ટીક્લચર ફાર્મ એન્ડ નર્સરીમાં 30 હજાર તેમજ કડીના વામજ ખાતે આવેલી ક્રાંતિટેક નર્સરીમાં 30 હજાર લીંબુના રોપા તૈયાર કરાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લો રાજ્યમાં સૌથી વધુ લીંબુનો ઉતારો મેળવતો જિલ્લો છે. તેના કારણે જિલ્લામાં તૈયાર થતાં લીંબુના રોપાની માંગ સૌથી વધુ રહેતી હોય છે. એમાં પણ દર વર્ષે ભાવનગર, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના ખેડૂતોમાં મહેસાણાના લીંબુના રોપાની માંગ વિશેષ રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો