તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકોરમાયકોસિસનું વધતું પ્રમાણ:મહેસાણામાં મ્યુકર માઇકોસિસથી પહેલું મોત નવા ત્રણ કેસ, હાલ 26 દર્દીઓ સારવાર હેઠળ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સારવાર માટે રોજ જરૂરી ઇન્જેકશનની અછતથી છેક મુંબઇ, રાજસ્થાન સુધી દોડાદોડ
  • સમીના દર્દીને ફંગસ મગજ અને ફેફસામાં ફેલાયું હતું

મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસની સારવાર લઇ રહેલા સમીના 45 વર્ષીય દર્દીનું મોત થયું છે. જ્યારે ગુરુવારે ફંગસના વધુ ત્રણ દર્દી દાખલ થતાં હાલ 26 દર્દી સારવાર હેઠળ છે. જે મોઢા, આંખ, નાક, જડબા સુધી ફંગસની અસર ધરાવે છે. નવા ત્રણ દર્દી સિવાય તમામના ઓપરેશન કરાયાં છે. એક દર્દીને અમદાવાદ રીફર કરાયું હતું.

લાયન્સમાં ગત 5 મેથી મ્યુર માઇકોસિસની સારવારમાં દાખલ સમીના 45 વર્ષીય દર્દીનું ઓપરેશન કરાયું હતું. તેને જમણા ભાગે પેરાલિસિસની, જ્યારે ફંગસની અસર મગજ અને ફેફસાંમાં થતાં ગત રાત્રે અવસાન થયું હોવાનું મેડિકલ ઓફિસર ર્ડા. વૈશાલી ગોસ્વામીએ જણાવ્યું હતું. ર્ડા. મોક્ષા પટેલે કહ્યું કે, એક દર્દીને ફંગસની અસરથી એક આંખ ડેમેજ થઇ છે, નાક અને મોઢામાંથી લોહી પડે છે. મ્યુકર માઇકોસિસમાં જરૂરી એમ્ફોટેરીફ બી ઇન્જેકશન માટે અમદાવાદ, મુંબઇ સુધી પ્રયાસો કરી રહ્યા છે.

જિલ્લા કલેક્ટરની બેઠકમાં જરૂરી ઇન્જેકશન માટે તબીબોએ રજૂઆત કરી છે : ડાયરેક્ટર
ફંગસમાં દર્દીને રિકવરીમાં મુશ્કેલી રહેતી હોય છે. હાલ તો દર્દીના પરિજનો ઇન્જેકશન લાવી રહ્યા છે. આખા દેશમાં ઇન્જેકશનનો પ્રશ્ન છે. ગઇકાલે જિલ્લા કલેકટર કચેરીએ તબીબોની બેઠક મળી હતી, જેમાં ઇન્જેકશનની વ્યવસ્થા માટે રજૂઆત થયેલી, આગળ પ્રયાસો કરાઇ રહ્યા હોવાનું લાયન્સના મેડિકલ ડાયરેક્ટર ર્ડા. રાકેશ પટવાએ કહ્યું હતું.

રાજસ્થાન અને મુંબઇથી ઇન્જેકશન લાવ્યા
વિસનગરના લાયન્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દી ભીખાભાઇ પટેલના પુત્ર મનોજભાઇએ કહ્યું કે, તા.5મીએ પિતાને દાખલ કરાયા છે. ઇન્જેકશન અહીં ન મળતાં પરિચિતોના સંપર્ક કરી રાજસ્થાનથી 20 અને મુંબઇ થી 40 ઇન્જેકશન મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...