કોરોના સંક્રમણ:જિલ્લામાં સ્વાઇન ફ્લુના વધુ ત્રણ અને કોરોનાના 37 કેસ

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાના પાટણમાં 26, બનાસકાંઠા 12, સાબરકાંઠા 14, અરવલ્લીમાં 6 કેસ
  • જિલ્લામાં પ્રથમ વખત એકસાથે 107 દર્દીએ કોરોનાને હરાવ્યો

મહેસાણા જિલ્લામાં મંગળવારે સ્વાઇન ફ્લુના નવા 3 કેસ સામે આવ્યા હતા. આ અગાઉ સ્વાઇન ફ્લુની ચપેટમાં આવેલા 6 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. મહેસાણા જિલ્લામાં કોરોનાના 37, પાટણમાં 26, બનાસકાંઠામાં 12, સાબરકાંઠામાં 14 અને અરવલ્લીમાં 6 કેસ મળી ઉ.ગુ.માં 95 કેસ સામે આવ્યા છે.

મહેસાણામાં નોંધાયેલા 37 સંક્રમિતો પૈકી 10 શહેરી અને 27 ગ્રામ્યના હતા. જેમાં મહેસાણામાં 20, વિસનગરમાં 7, ઊંઝામાં 4, વિજાપુરમાં 3, કડીમાં 2 અને બહુચરાજીમાં 1 કેસ નોંધાયો છે. બીજી બાજુ પ્રથમ વખત એકસાથે કોરોનાના 107 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 416 થઇ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 1798 શંકાસ્પદ સેમ્પલ સાથે 2104 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...