ભેટ:વિજાપુરની શ્રી સ્વામી સરસ્વતી ક્લિનિક એન્ડ જનરલ હોસ્પિટલને અમેરિકા નર્સીસ ઓફ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ત્રણ મલ્ટી પેરામીટર પેશન્ટ મોનિટરોની ભેટ અપાઈ

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ મોનિટરો ભેટમાં મળતાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને રાહત

વિજાપુરમાં આવેલી શ્રી સ્વામી રામાનંદ સરસ્વતી ક્લિનિક એન્ડ જનરલ ટીબી હોસ્પિટલને અમેરિકા નર્સીસ એસોસિએશનના પ્રમુખ દ્વારા ત્રણ મલ્ટી પેરામીટર પેશન્ટ મોનિટરો ભેટમાં આપવામાં આવ્યાં છે. હોસ્પિટલને ત્રણ મોનિટરો ભેટમાં મળતાં હાલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે રાહતના સમાચાર છે.

પુર્વ કેબિનેટ મંત્રી ડો.એ.કે પટેલના સંચાલન હેઠળ શહેરમાં સેવાના ઉદ્દેશ સાથે શ્રી સ્વામી રામાનંદ સરસ્વતીના નામથી શરૂ કરવામાં આવેલી હોસ્પિટલ સેવાઓ માટે ઘણી જાણીતી છે. જેમાં હાલમાં કોવિડ-19 અંતર્ગત કોરોનાના દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.

ત્યારે અમેરિકામાં કાર્યરત ઇન્ડિયન નર્સીસ એસોસિએશનને દિનકર સ્વામી તેમજ ડો અરૂણ ગોસાઈ તબીબો દ્વારા એસોસિએશનના પ્રમુખ ઉમાવેણુ ગોપાલ અને રશ્મિ અગ્રવાલને ટીબી હોસ્પિટલ અને કાર્ય વિશિષ્ટતાના આપેલી જાણકારી તેમજ સેવાઓ બાબતે જણાવતા તેઓએ હાલમાં કોવિડ અંતર્ગત દર્દીઓને સારવાર મળી રહે તે માટે અમેરિકા એસોસિએશન ઓફ ઇન્ડિયન નર્સીસ ન્યૂજર્શી દ્વારા ત્રણ મોનિટરો આપવામાં આવતા હાલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે રાહતના સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...