તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:વરઘોડામાં નાચતાં એકબીજા પર પડવા જેવી નજીવી બાબતે ત્રણ શખ્સોએ યુવકને છરીના ઘા માર્યા

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉગ્ર બોલાચાલી બાદ જીવલેણ હુમલો
 • સોનાનો દોરો અને 10 હજાર રોકડા ખોવાયા

મહેસાણાના વડસ્મા ગામે ગઇકાલે રાત્રે નજીવી બાબતે છરીના ઘા કરતાં ચકચાર મચી છે. વરઘોડામાં નાચતાં એકબીજા પર પડવા બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ઉશ્કેરાઇને છરીના ઘા મારતાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેતરમાં પાણી વાળવા જતો યુવાન હોસ્પિટલ પહોંચ્યો
વડસ્મામાં રહેતા નરેશ ઉદેસિંહ સોઢા ગઇકાલે રાત્રે પોતાના ખેતરમાં પાણી વાળવા જઇ રહ્યા હતા. જે દરમ્યાન ગામમાં રસ્તામાં જોગણી માતાના મંદીર પાસે રાવળવાસમાંથી વરઘોડો આવી રહ્યો હતો. વરઘોડામાંથી રાવળ જગદિશ, અમરતભાઇ નામનો વ્યક્તિ નાચતાં-નાચતાં નરેશ ઉપર પડ્યો હતો. જેથી તેને કહેલ કે, કેમ આવી રીતે અમારી ઉપર પડો છે? જેમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાઇને જગદિશ, ગણપત અને વિક્રમ રાવળ નામના શખ્સોએ નરેશને છરીના ઘા માર્યા હતા.

ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો
ત્રણ શખ્સો દ્વારા નરેશ નામના વ્યક્તિને છરીના ઘા અને ધોકા વડે માર મારતાં તે નીચે પડી ગયો હતો, જેમાં નરેશે ગળામાં પહેરેલ સોનાનો પાંચ તોલાનો દોરો અને ખીસ્સામાં મુકેલા દસ હજાર રૂપિયા ક્યાંક પડી ગયા હતા. જ્યારે યુવાનને સારવાર અર્થે તાત્કાલિક ખસેડતાં તેને 3 ટાંકા આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇ લાંઘણજ પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો