કાર્યવાહી:મહેસાણાના બિલાલપાર્ક સોસાયટીમાંથી 5 લાખથી વધુની કિંમતની ગેરકાયદેસર ચાઈનીઝ દોરી સાથે ત્રણ ઈસમો ઝડપાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચાઈનીઝ દોરી તેમજ ટેમ્પો મળી કુલ 8 લાખ 4 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા શહેરમાં એક મકાનમાંથી પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શહેરના શોભાસણ રોડ પર આવેલા બીલાલ પાર્ક સોસાયટીના એક મકાનમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રેડ મારી હતી. જ્યાથી પોલીસે લાખોની કિંમતનો ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી ત્રણ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં આવેલા શોભાસણ રોડ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે શોભાસણ રોડ પર આવેલા બીલાલપાર્ક સોસાયટીમાં રહેતો અકબર બેલીમ પોતાના મકાનમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરી રાખી છે. જેથી બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં ત્રણ ઈસમો મકાનની ઓસરીમાંથી એક છોટા હાથી ટેમ્પોમાં ચાઈનીઝ દોરીના રિલ ભરાવી રહ્યા હતા. જેથી પોલીસે ટેમ્પોને કોર્ડન કરી ત્રણ ઈસમોને ઘટના સ્થળેથી ઝડપી લીધા હતા.

લોકલ ક્રાઇમ બ્રાન્ચનની ટીમે 2520 રિલ જેની કિંમત 5 લાખ ચાર હજાર તેમજ એક છોટા હાથી ટેમ્પો જેમી કિંમત 3 લાખ મળી કુલ 8 લાખ 4 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હાલ માં અકબર હુસેન બેલીમ, ઠાકોર મેહુલજી કનુજી, અને રાકેશ કુમાર રોહિતભાઈને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...