તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઇલ ચોર:ત્રણ ઇસમો ચોરીના મોબાઈલ વેચવા જતા ઝડપાયા, પોલીસે છ મોબાઈલ સહિત રૂ.81000નો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા18 દિવસ પહેલા
 • નંદાસણમાં ઈસમો એક્ટિવા પર બેસી મોબાઈલ વેચવા નીકળ્યા હતા

મહેસાણા જિલ્લામાં ચોરી જેવા ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ગુનાઓ ઉકેલવામાં પોલીસ પણ સારી એવી કામગીરી કરી રહી છે. જેમાં આજે વધુ એક મોબાઈલ ચોરી કરનારા ઈસમો ઝડપાયા છે.

નંદાસણમાં ઈસમો એક્ટિવા પર બેસી મોબાઈલ વેચવા નીકળ્યા હતા. એવામાં એકાએક પોલીસ આવી જતા ત્યાર બાદ તપાસ કરતા ઈસમો પાસેથી છ જેટલા એન્ડ્રોઈડ ફોન મળી આવ્યા હતા. જેથી પોલીસે ત્રણ ઈસમોની અટકાયત કરી છે. મહેસાણા જિલ્લાના નંદાસણમાં આજે એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી નંદાસણ રોડ પર ત્રણ જેટલા ઈસમો એક નંબર પ્લેટ વિનાના એક્ટિવા પર જઈ રહ્યાં છે. જેથી પોલીસે તેમને અટકાવતા તપાસ કરી હતી.

છ જેટલા અલગ અલગ કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવ્યા

ત્યારે તેમની પાસે કુલ છ જેટલા અલગ અલગ કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવ્યા હતા. તેમજ ચોરી કરેલા મોબાઈલમાંથી એક મોબાઈલ અગાઉ નંદાસનમાં ચોરી થયો હતો. જેથી પોલીસે ત્રણે ઈસમોની અટકાયત કરીને છ મોબાઈલ અને એક એક્ટિવા મળી કુલ રૂ.81000 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણે ઈસમોને નંદાસણ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યાં હતાં. ચોરી કરેલા મોબાઈલ સાથે રમજાન યાકુબ સીધી, રહે. મહેસાણા લશ્કરી કુવા, શાહિલ યાસીન ખાન શેખ. રહે.વિસનગર કડા દરવાજા તથા તોફિક રૂસ્તંમ ખાન, રહે. ખેરવાની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો