તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ધાનેરામાં પોણા ત્રણ ઇંચ, રાધનપુરમાં અઢી અને બહુચરાજીમાં 2 ઇંચ વરસાદ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બનાસકાંઠાના વાવને બાદ કરતાં ઉ.ગુ.ના 47માંથી 46 તાલુકામાં મેઘમહેર
  • મહેસાણા જિલ્લામાં ખેરાલુ, જોટાણા અને ઊંઝામાં પોણો તેમજ વિસનગર, વડનગરમાં અડધો ઇંચ પડ્યો : મહેસાણા, કડી, સતલાસણા અને વિજાપુર પંથકમાં ઝાપટાં વરસ્યાં

એકસાથે 2 લો પ્રેશર સિસ્ટમ અને ટ્રફલાઇનના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વાવને બાદ કરતાં 47 પૈકી 46 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં ધાનેરામાં પોણા ત્રણ ઇંચ, રાધનપુરમાં અઢી ઇંચ, પાટણ, સરસ્વતી, સમી, શંખેશ્વર, ડીસા અને તલોદમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બહુચરાજી અને સુઇગામમાં પોણા બે ઇંચ તેમજ સાંતલપુર, સિદ્ધપુર, ચાણસ્મા, ભાભર અને વડાલીમાં દોઢ ઇંચ પાણી પડ્યું હતું.

હારિજ, અમીરગઢ, લાખણી, થરાદ અને પોશીનામાં એક ઇંચ, ખેરાલુ, જોટાણા, ઊંઝા, કાંકરેજ, દાંતીવાડા, ધનસુરા અને ભિલોડામાં પોણો ઇંચ તેમજ વિસનગર, વડનગર અને દિયોદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. કૃષિ નિષ્ણાતોના મતે ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે ખેતીવાડીને 20 દિવસનું જીવતદાન મળ્યું છે.છેલ્લા 24 કલાકમાં વરસાદની 5 જિલ્લાની સ્થિતિ જોઇએ તો, મહેસાણા જિલ્લામાં 3 મીમીથી માંડી 41 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં સાૈથી વધુ બહુચરાજીમાં દોઢ ઇંચ પડ્યો હતો. પાટણ જિલ્લામાં 1 ઇંચથી માંડી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

જેમાં સાૈથી વધુ અઢી ઇંચ રાધનપુરમાં નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં 3 મીમીથી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ધાનેરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં 2 મીમીથી માંડી 2 ઇંચ સુધીનો તેમજ અરવલ્લી જિલ્લામાં 2 મીમીથી પોણો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતમાં વરસાદ

ધાનેરા2.75 ઇંચ
રાધનપુર2.5 ઇંચ
પાટણ2 ઇંચ
સરસ્વતી2 ઇંચ
સમી2 ઇંચ
શંખેશ્વર2 ઇંચ
ડીસા2 ઇંચ
તલોદ2 ઇંચ
બહુચરાજી1.7 ઇંચ
સુઇગામ1.75 ઇંચ
સાંતલપુર1.5 ઇંચ
સિદ્ધપુર1.5 ઇંચ
ચાણસ્મા1.5 ઇંચ
ભાભર1.5 ઇંચ
વડાલી1.5 ઇંચ
હારિજ1.0 ઇંચ
અમીરગઢ1.0 ઇંચ
લાખણી1.0 ઇંચ
થરાદ1.0 ઇંચ
પોશીના1.0 ઇંચ

​​​​​​​આજે મહેસાણા સહિત ઉ.ગુ.માં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં મંગળવારે સાર્વત્રિક વરસાદની સ્થિતિ રહેશે. જેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પોણા ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે.

સાર્વત્રિક વરસાદથી મહેસાણા જિલ્લામાં 92541 હેક્ટર વાવેતરને 20 દિવસનું જીવતદાન મળ્યું
મહેસાણા જિલ્લામાં 10 જુલાઇની સ્થિતિએ 92,541 હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. વર્ષ 2019માં 1.06 લાખ અને 2020માં 1.10 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. એટલે કે, ચાલુ સિઝનમાં છેલ્લા 3 વર્ષમાં સાૈથી ઓછી વાવણી થઇ છે. છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદના કારણે આ પાકોને 20 દિવસ પૂરતું હાલ જીવતદાન મળી ગયું છે. મહેસાણા જિલ્લામાં 2,88,627 હેક્ટરના અંદાજ સામે અત્યાર સુધીમાં 92,541 હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. જે અંદાજ કરતાં 32.06% છે.

જેમાં સાૈથી વધુ 67.32% વાવણી વિજાપુરમાં અને સાૈથી ઓછી 17.85% વાવણી જોટાણા તાલુકામાં થઇ છે. પાક પ્રમાણે વાવણીની સ્થિતિ જોઇએ તો, કપાસનું 31,329 હેક્ટરમાં, ઘાસચારાનું 22,093 હેક્ટરમાં, મગફળીનું 17,198 હેક્ટરમાં, અડદનું 8612 હેક્ટરમાં, શાકભાજીનું 6374 હેક્ટરમાં, ગવારનું 2667 હેક્ટરમાં, મગનું 1578 હેક્ટરમાં, બાજરીનું 1107 હેક્ટરમાં, તલનું 682 હેક્ટરમાં, શણનું 376 હેક્ટરમાં, ડાંગરનું 219 હેક્ટરમાં, મકાઇનું 198 હેક્ટરમાં, મઠનું 70 હેક્ટરમાં, તુવેરનું 21 હેક્ટરમાં, સોયાબીનનું 12 હેક્ટરમાં, અન્ય કઠોળનું 3 હેક્ટરમાં અને દિવેલાનું 2 હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...