ક્રાઈમ:વિરમગામ પાસેથી જુગાર રમતાં ત્રણ જુગારી ઝડપાયા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા રેલવે પોલીસની સર્વેલન્સ સ્કોડે બુધવારે બપોરે 1.50 કલાકે વિરમગામ નજીક રેલવેની ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ પર રેડ કરી હતી. જેમાં રેલવે પોલીસે 3 શખ્સોને ઝડપી લેવાની સાથે રૂ.2900 ની રોકડ જપ્ત કરી હતી. તેમજ ઝડપાયેલા ફીરોજ ગુલાબભાઇ નાગોરી(રહે.છીંદીવાડી, મહેસાણા) અજય કનુભાઇ પ્રજાપતિ (રહે.રણડલા, તા.વિસનગર) અને વિશાલ સગરામભાઇ ચૌધરી (રહે.રણડલા, તા.વિસનગર) વિરૂધ્ધ રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...