તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્તા ફાળવણી:ઉત્તર ગુજરાતની 29 પાલિકામાં બિલ્ડીંગ ફાયર NOC આપવા ત્રણ ફાયર ઇન્સપેક્ટરોને સત્તા અપાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતની 29 પાલિકામાંથી માત્ર ચાર માં ફાયર ઇન્સપેક્ટર

ઉત્તર ગુજરાતની 29 નગરપાલિકાઓમાંથી માત્ર ચાર નગરપાલિકામાં ફાયર ઇન્સપેક્ટર છે. જે પૈકી ત્રણ અધિકારીને ઉત્તર ગુજરાતની પાલિકાઓ ફાળવીને વિસ્તારોની બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરીને સર્ટિફીકેટ ઇસ્યુ કરવાની સત્તા પ્રાદેશિક કમિશ્નર દ્વારા આપવામાં આવી છે. શહેરોમાં બહુમાળી બિલ્ડીંગો ખીચોખીચ થયા છે. પરંતુ ઉ.ગુની 29 પૈકી મોટાભાગની પાલિકાઓમાં ફાયર ઇન્સપેક્ટર જ નથી. આ દરમ્યાન ગાંધીનગર ઝોન પ્રાદેશિક કચેરીએ ત્રણ ફાયર ઇન્સપેક્ટરોમાં ઝોન એરીયાના 29 પાલિકા વિસ્તાર વહેંચીને ફાયર NOCવ્યવસ્થાનો રાહ અપનાવ્યો છે.

મહેસાણા પાલિકાના ફાયર ઇન્સપેક્ટર હરેશકુમાર પટેલને મહેસાણા, પાટણ અને બનાસકાંઠાની 14 નગરપાલિકા, વિજાપુર પાલિકાના ફાયર ઇન્સપેક્ટર ભાવેન્દ્રસિંહ રાઠોડને મહેસાણા સહિત 6 પાલિકા અને ઇડર પાલિકાના કમલકુમાર પટેલને સાબરકાંઠાની 8 નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફ્ટી સર્ટી ઇસ્યુ કરવાની સત્તા આપવામાં આવી છે. હવે આ ત્રણ ફાયર ઇન્સપેક્ટર એન.ઓ.સી માટે આવતી દરખાસ્તો અન્વયે સ્થળ તપાસ કરીને રહેણાંક, કોમર્શીયલ, સંસ્થાઓ વગેરેમાં ફાયર સુવિધા પાત્રતા ધરાવતી બિલ્ડીંગોમાં ફાયર NOCસુવિધાની ચકાસણી કરી સર્ટી ઇસ્યુ કરી શકશે.

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટે આમને સત્તા
મહેસાણા નગરપાલિકાના ફાયર ઇન્સપેક્ટર હરેશ બી. પટેલને મહેસાણા, કડી, ઊંઝા, પાટણ, સિદ્ધપુર, રાધનપુર, ચાણસ્મા, હારિજ, ભાભર, થરા, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ પાલિકા ફાળવાઇ છે. વિજાપુર પાલિકાના ભાવેન્દ્રસિંહ અરવિંદસિહ રાઠોડને વિજાપુર, વિસનગર, વડનગર, ખેરાલુ, કલોલ, દહેગામ, માણસા નગરપાલિકા ફાળવી, ઇડર પાલિકાના કમલકુમાર એમ. પટેલને ઇડર, હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, મોડાસા અને બાયડ નગરપાલિકા ફાળવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...