મેળાનો પ્રારંભ:બહુચરાજીમાં ત્રિ દિવસીય ચૈત્રી લોકમેળો શરૂ, 10 લાખથી વધુ ભક્તો માટે સુવિધા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાત્રિકોને શાંતિ,સલામતીની સુવિધાઓ આપવા તંત્ર સજ્જ બન્યું

યાત્રાધામ બહુચરાજી ખાતે ત્રિ દિવસીય ચૈત્રી પૂનમનો મેળાનો પ્રારંભ ધારાસભ્ય બહુચરાજી ભરતજી ઠાકોર, તેમજ પુર્વગૃહમંત્રી રજનીકાન્ત પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. બહુચરાજી માતાજીના મંદિરના સાનિઘ્યમાં ચૈત્રી પુનમના પરંપરાગત મેળાનું અનેરૂ મહાત્મય છે. આ તીર્થધામમાં મેળાના દિવસોમાં સ્થાનિક ઉપરાંત અમદાવાદ, રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાંથી લાખો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટે છે.

ચુંવાળ પંથકમાં બહુચરાજી યાત્રાધામ વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ બની છે. યાત્રાધામ બહુચરાજીમાં ગુરૂવાર થી શનિવાર દરમિયાન ભરાનાર ચૈત્રી પૂનમના લોકમેળામાં લાખો શ્રધ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે પધારતા હોય છે.માઇભક્તોને દર્શન ઉપરાંત પીવાના પાણી, રહેવા, જમવા સહિતની કોઇપણ અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઇ છે.મેળામાં શાંતિ,સલામતી જળવાઇ રહે તે ખાસ આયોજન કરાયું છે.

ચૈત્રી પુનમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે. ચુંવાળ પંથકમાં મા બાલાસુંદરીના દર્શનાર્થે લાખો ભક્તોનો ઘોડાપૂર આવે છે.મેળામાં યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સગવડો ઉપલ્બધ કરાવી છે.યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ જવાનો પણ ખડેપગે સેવાઆપી રહ્યા છે.10 લાખથી વધારે ભક્તોની સુખસગવડ માટે વિવિધ કમીટીઓ અને ટ્રસ્ટીઓ કાર્યરત છે.

કલેકટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં મેળામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ખાસ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. ભાવિ ભક્તો મા બહુચરના સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શનની વ્યવસ્થા કરાઇ છે.મંદિર પરીસરમાં ભાવિ ભક્તોને ગરમી ના લાગે તે માટે ફુવારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નાયબ વહીવટદાર ભરતભાઇ પટેલ, મામલતદાર વી.ઓ.પટેલ, ટીડીઓ રાજેન્દ્ર ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...