1 મેથી 3મે દરમિયાન મહેસાણા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા, બ્રહ્મર્ષિધામ નિર્માણ ટીમ મહેસાણા દ્વારા નિર્માણ પામનાર બ્રહ્મર્ષિ ધામના શિલાન્યાસ પ્રસંગ સહિત બિઝનેશ એક્સ્પો, જીવનસાથી પસંદગી મેળો, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, બ્રહ્મગૌરવ એવોર્ડ, દાતાઓ તેમજ કાર્યકરોનો સન્માન કાર્યક્રમ, પરશુરામ દાદાની શોભાયાત્રા સહિતનાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
બ્રહ્મોત્સવ કાર્યક્રમ પ્રસંગે રવિવારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આપના પ્રેમ અને સ્નેહ સતત મળતો રહ્યો છે તેમ જણાવી પરશુરામ દાદાના બ્રહ્મર્ષિધામ નિર્માણ માટે શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, બ્રહ્મસમાજના અગ્રણી મહેન્દ્ર પંડ્યા, જિ.પં. કારોબારી ચેરમેન હરિભાઇ પટેલ, ડીડીઓ ડો. ઓમપ્રકાશ, એસપી અચલ ત્યાગી, નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.