તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાયજ્ઞ:વિસનગરના એક જ પરિવારની ત્રણ દીકરી કોરોનાને નાથવા યોદ્ધા બની

મહેસાણા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારીની 3 દીકરીઓ કોરોના સંક્રમિતોની વચ્ચે સેવા આપે છે

વિસનગરમાં એમ્બ્રોડરીના વ્યવસાયી વિષ્ણુભાઇ સુથારની નર્સિંગના વ્યવસાય સાથે જોડાયેલી ત્રણ દીકરીઓ આજે કોરોના સંક્રમિતો વચ્ચે યોદ્ધાની ભૂમિકામાં છે. તેમણે કહ્યું કે, જ્યારે એક પછી એક ત્રણ દીકરીઓના જન્મ થયો ત્યારે નાક ચઢાવીને લોકો કહેતા કે તારા ઘરે દીકરીઓ જન્મી પરંતુ મારા નાક સમાન ત્રણે દીકરીઓએ મને ગૌરવ અપાવ્યું છે. અભ્યાસમાં હોંશિયાર દીકરીઓને ર્ડાકટર બનાવવાની ઇચ્છા હતી, પરંતુ ગોધરાકાંડ બાદ આવેલા પરિવર્તન અને આર્થિક ભીડ વચ્ચે તેમને નર્સિંગ લાઇન પસંદ કરી હતી. તે સમયે પણ લોકો કહેતા કે નર્સિંગ લાઇનમાં મોકલાતી હશે.આવી લાઇન પકડાવી તેવા સવાલ થતા હતા. પરંતુ આજે નર્સિંગમાં કામ કરતી દીકરીઓને જોઇ તેઓ કહેતા થયા છે કે,વિષ્ણુ,તારી દીકરીઓએ કાઠું કાઢ્યું. વિષ્ણુભાઇએ વધુમાં જણાવ્યું કે, સૌથી મોટી દીકરી મહેસાણા કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. બીજી ન્યુઝિલેન્ડની હોસ્પિટલમાં અને ત્રીજી દીકરી અમદાવાદની હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોની વચ્ચે સેવા બજાવી રહી છે. આજે મારે એક નહીં ચાર પુત્રો છે.તેમણે કહ્યું કે, દીકરીના માતા-પિતા હંમેશા નસીબદાર હોય છે.અને દીકરીઓ તેમના માટે સ્વભિમાન. આજે ત્રણે દીકરીઓ માનવતાની સાથે રાષ્ટ્રની સેવા કરી રહી છે તેનો સવિશેષ આનંદ છે. ત્રણ દીકરીઓની  ધો.10 નાપાસ માતા ઇન્દિરાબેનનું પુત્રીઓના ઘડતરમાં મોટું યોગદાન છે. તેઓ હંમેશા દીકરીઓને કહેતા કે સંજોગોવસાત મને ભણવા ન મળ્યું.પરંતુ તમે ભણીને જીવનમાં સર્વોપરી બનો અને તેમના ઘડતરને પગલે આજે ત્રણે દીકરીઓ સમાજમાં યોદ્ધાની ભૂમિકામાં ફરજ બજાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો