તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:છ વર્ષ પહેલાં કડીમાં રામનવમીના તહેવાર નિમિત્તે ધજા ફરકાવવા બાબતે થયેલી બબાલમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સજા

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2016માં ધજા ફરકાવતા વ્યક્તિને ત્રણ હોમગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હતો
 • મહેસાણા કોર્ટે હુમલો કરનાર ત્રણ હોમગાર્ડને ત્રણ વર્ષ કેદની સજા ફટકારી

2016માં કડીમાં રામનવમી નિમિતે ધજા ફરકાવવા બાબતે હોમગાર્ડે કાર્યકરો પર હુમલો કર્યો હતો જેમાં કોર્ટે ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી છે. મહેસાણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ દવેની દલીલોને ગાહ્ય રાખી સજા ફટકારવામાં આવી છે.

કડીમાં 2016ની સાલમાં રામનવમી તહેવાર આવતો હોવાથી કાર્યકર નિખિલ વિષ્ણુભાઈ પટેલ અને ધવલ ગજ્જર વગેરેએ કડીમાં આવેલા ગાંધી ચોક રોડ પર ધજાઓ ભરાવી રહ્યા હતા. એ દરમિયાન આ ઘટનાના ફરિયાદી દિનેશ માણેક લાલ પટેલ ધજા ભરાવાનું કામ કાજ જોવા ગયા હતા. એ દરમિયાન ગાંધી ચોકમાં હાજર રહેલા હોમ ગાર્ડના માણસો સાથે બોલાચાલી થઈ હતી જેથી ફરિયાદીએ હોમ ગાર્ડ ફરજ પર હોવાથી કહેલું કે. અમે ધજા ફરકાવવા સવારે આવીસુ આ સાંભળી હાજર રહેલા હોમગાર્ડ એ ગાળાગાળી કરતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા હોમગાર્ડ રાઠોડ કલ્પેશ ભીખાભાઇ જાદવ, ધર્મેશ વિઠ્ઠલભાઇ, રાઠોડ લક્ષમણ ભાઈ, તેમજ રાઠોડ ગિરીશ મળી ચાર જેટલા હોમગાર્ડના માણસો ફરિયાદ સામે ઝપાઝપી કરવા લાગ્યા હતા.

ત્યારબાદ ફરિયાદીની હોન્ડા સીટી ગાડીના કાચ પર ધોકો મારી ગાડીને નુકશાન પહોચાડ્યું હતું. તેમજ ફરિયાદીને પણ ધોકા વડે માર માર્યો હતો. જેથી હાજર રહેલા કાર્યકર્તાઓ પટેલ નિખિલ, ધવલ ગજ્જર વગેરે ત્યાં આવી ફરિયાદીને છોડાવા ગયા હતા જેથી કાર્યકર્તાઓને પણ માર મારી કપડાં ફાડી દેવામાં આવ્યા હતા જેથી ફરિયાદીએ સમગ્ર મામલે જેતે સમયે કડી પોલીસ મથકમાં હોમગાર્ડ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

જેથી સમગ્ર મામલે આ કેસ મહેસાણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશ દવેએ દલિલ કરી હતી કે હોમગાર્ડની ફરજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાની હોય છે છતાં પોતાની ફરજ ભૂલી ગંભીર ગુનો કર્યો હતો જેવી ધારદાર દલીલને આધારે દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણ જેટલા આરોપીઓને અલગ અલગ કલમો મુજબ સજા કરી ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો