વડનગર તાલુકાના જગાપુરા ગામેથી શેર બજારના ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ઝડપાયું છે. લોકોના કોન્ટેક નંબર મેળવી શેરબજારની ટિપ્સ આપી કમિશન ખાતાં ત્રણ શખ્સોને ઝડપી પોલીસે કોન્ટેક નંબર અને ખાતાનું લિસ્ટ આપનાર સહિત વોન્ટેડ અન્ય ચાર શખ્સોને ઝબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
જગાપુરા ગામે ચંદ્રિકાનગરમાં રહેતો ઠાકોર સતિષજી બહારથી માણસો બોલાવી કોન્ટેક નંબર મેળવી મોબાઈલ ઉપર સ્ટોક એક્સચેન્જના લાઇસન્સ વિના ગેરકાયદે શેરબજારની ટિપ્સ આપી લે-વેચનો ધંધો કરાવી છેતરપિંડી કરી રહ્યો હોવાની વડનગર પોલીસને બાતમી મળી હતી. જે આધારે પીએસઆઇ એમ.બી. ગોસ્વામી સહિત ટીમે ચંદ્રિકાનગરમાં રેડ કરી ઠાકોર સતિષજી સહિત ત્રણ શખ્સોને 4 મોબાઈલ ઝડપી પડ્યા.
વડનગર-વિસનગર પંથકમાં ડબ્બા ટ્રેડિંગનો ધૂમવેપલો
વડનગર અને વિસનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોને નોકરી કે કમિશન ઉપર રાખી ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગનો રહેણાંક ઘરથી માંડીને ખુલ્લા ખેતરોમાં ધૂમવેપલો ચાલી રહ્યો છે અને ઓછું ભણેલા લોકો પણ લાખો રૂપિયા કમાતાં અન્ય યુવાનોને પણ આ ધંધામાં લાવી તેમનું ભવિષ્ય બગાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ચોરે ને ચૌટે આવા યુવાનો પાસે ડબ્બા ટ્રેડિંગ ચલાવતાં માસ્ટર માઈન્ડ મોટી માછલીઓને બદલે તેમના પંટરોને પકડી પોલીસ સંતોષ માની રહી છે.
આ 7 સામે ફરિયાદ નોંધાઈ
1. ઠાકોર સતિષજી રમેશજી (જગાપુરા)
2. ઠાકોર વિરમ નાગજીી (રહે. લીલાપુર)
3. ઠાકોર મહેશ કાંતિજી (રહે. સબલપુર)
4. ઠાકોર પરથીજી (રહે. જગાપુરા)
5. ઠાકોર મહેશજી (રહે. ખોભોગ)
6. ઠાકોર મેહુલજી (રહે. ગોઠવા)
7. ઠાકોર શૈલેશ ઉર્ફે એસ.કે. (લીલાપુર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.