તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતના સોદાગર:કડી બાદ મહેસાણા શહેરમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળો કારોબાર ઝડપાયો, ત્રણ આરોપીઓની ધરપકડ કરાઇ

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ આરોપીઓને પોલીસે ઝડપ્યા, પૂછપરછ કરતાં બીજા ચાર નામ સામે આવ્યા
 • આરોપીઓ એક ઇન્જેક્શન રુપિયા 27 હજારમાં વહેચતાં હતા પોલીસે છટકું ગોઠવી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોના દર્દીની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેકશનની માંગ વધી છે. ત્યારે એવામાં અનેક લોકો માનવતાને નેવે મૂકી આ ઈન્જેકશનનો કાળો કારોબાર કરતા પણ શરમાતા નથી. મહેસાણા જિલ્લામાં કડી બાદ હવે મહેસાણા શહેરમાંથી કોરોનાની સારવાર માટે આવશ્યક રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતું કૌભાંડ ઝડપાયું છે.

કડી, હિંમતનગર, ડીસા, પાલનપુર બાદ હવે મહેસાણા શહેરમાંથી રેમડેસિવિરના કાળાબજાર કરતી ટોળકીના 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. રાધનપુર ચોકડી નજીક દ્વારકેશ કોમ્પલેક્ષમાં આવેલા નિધી મેડિકલના માલિકનો પણ સમાવેશ થાય છે. આ શખ્સ મળતિયાઓ મારફતે ઇન્જેક્શન મગાવી આપતો હોવાની બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોડે તેને સાથે રાખી ટ્રેપ ગોઠવી 2 શખ્સોને બે ઇન્જેક્શન સહિત રૂ.1,36,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ મામલે મેડિકલના માલિક સહિત 3 શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતનો ગુનો નોંધી હાથ ધરેલી તપાસમાં વધુ ચારનાં નામ ખુલ્યાં હતાં, જેમાં 3 જણાને અટકમાં લેવાયા છે.

કોરોનાની બીજીલહેરમાં દર્દીઓ માટે રેમેડેસિવિર ઇન્જેક્શનની માંગ વધતાં સર્જાયેલી અછતને પગલે કાળાબજારી રોકવા એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ એલસીબી પીઆઇના માર્ગદર્શનમાં ટીમો તપાસમાં હતી. ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ડી.એન. વાજા સહિતની ટીમે મળેલી બાતમી આધારે શનિવારેે નિધી મેડિકલના માલિક ગુંજન પટેલને પકડી તેના મારફતે છટકું ગોઠવ્યું હતું. જેમાં ગુંજન પટેલે તેના મિત્ર નિતેશ હઢીયોલને ફોન કરી 3 રેમેડેસિવિર જોઇએ છે, જેમાં એક ઇન્જેકશનના રૂ. 27 હજાર લેખે ત્રણના રૂ.81 હજાર આપવા નક્કી કર્યું હતું અને ત્રણેક કલાકમાં કલોલથી પાર્ટી ઇન્જેકશન આપી જાય છે તેવી વાત કરી હતી. રાત્રે 11-30 કલાકે તેણે ફોન કરી બિલાડી બાગ નજીક બોલાવ્યા હતા.

આ સમયે પોલીસે ખાનગી ડ્રેસમાં ગોઠવાઇ જઇ બિલાડી બાગના ગેટ આગળ બાઇક (જીજે 02 સીઆર 1122) લઇ બે શખ્સો આવ્યા હતા અને એક થેલીમાંથી બે બોક્ષ કાઢતાં જ પોલીસે દબોચી લીધા હતા. જેમાં બાઇક ચાલક સોમનાથ રોડ પર સોમેશ્વર કુંજમાં રહેતો નિતેશ બળદેવભાઇ હઢીયોલ અને પાછળ બેઠેલ પોલીસ હેડક્વાટર પાસે ગુરુકૃપા સોસાયટીમાં રહેતો સતિષ જયંતિભાઇ ગુરૂપ્રિય (મકવાણા) હોવાની ઓળખ થઇ હતી.

મહેસાણા પોલીસે 3 યુવાનોને રૂ.3400નું ઇન્જેક્શન 27 હજારમાં વેચવાના ગુનામાં 2 ઇન્જેક્શન સાથે પકડી લીધા હતા
મહેસાણા પોલીસે 3 યુવાનોને રૂ.3400નું ઇન્જેક્શન 27 હજારમાં વેચવાના ગુનામાં 2 ઇન્જેક્શન સાથે પકડી લીધા હતા

મહેસાણા પેરોલ ફર્લો સ્કોડને મળેલ બાતમી આધારે શહેરના રાધનપુર રોડ પર આવેલા નિધિ મેડિકલ સ્ટોરના મલિક ગુંજન પટેલ પાસે ઇન્જેક્શન આવતા હોવાને લઈ પોલીસે ગુંજન પટેલને સાથે રાખી ઇન્જેક્શન સપ્લાય કરી કાળા બજારીમાં જોડાયેલા અન્ય શખ્સોને ફોન કરી બોલાવતા એક ઇન્જેક્શન પેટે રૂપિયા 27 હજાર મુજબ બે ઇન્જેક્શન વેચાણ કરતા પોલીસે આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા.

આ ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી મહેસાણા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ ઇન્જેક્શન કૌભાંડમાં વધુ ચાર આરોપીના નામ સામે આવ્યા છે. જેમાં વિસનગર અને મહેસાણા નજીક આવેલી ખાનગી હોસ્પિટલનો સ્ટાફ સંડોવણીમાં હોવાની માહિતી સામે આવતા બનાવમાં કુલ સાત જેટલા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી બે ઇન્જેક્શન સહિત 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઇન્જેક્શન તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કડી શહેરમાં પણ રેમડેસિવિર ઈન્જેકશનનો કાળો કારોબાર સામે આવ્યો હતો. જેમાં હાલમાં માત્ર એક નર્સની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હજુ સુધી પોલીસ કડીના રેમડેસિવિરના કાળા બજારી કરનારા મુખ્ય આરોપીઓના નામ શોધવામાં નિષફળ રહી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથકમાંથી ઈન્જેકશનનો કાળો કારોબાર ઝડપયો છે. જેમાં હાલમાં ત્રણ આરોપી ગુંજન પ્રવીણભાઈ પટેલ, મિતેશ બળદેવભાઈ હઢીયોલ અને સતિષ જયંતીભાઈ ગુરુપ્રિય સામે ફરિયાદ નોંધાઈ છે. જોકે, પોલીસ તપાસમાં અનેક મોટા માથા આવી શકે છે.

શંકુઝ હોસ્પિટલે કહ્યું, તે બ્રાન્ડના ઇન્જેક્શન શંકુઝ ખરીદતી જ નથી
શંકુઝ મડિકલ હોસ્પિટલનો પટાવાળો ગોવિંદ ઠાકોર રેમેડિસિવિર ઇન્જેકશન વેચવાના કૌભાંડમાં પકડાયા બાદ શંકુઝ હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું કે, જે બ્રાન્ડના ઇન્જેકશન પકડાયા તે શંકુઝ દ્વારા ક્યારેય ખરીદાયા નથી. ગોવિંદને છુટો કરી દીધો છે. હોસ્પિટલના દવાની દુકાનમાં નોકરી કરતો હતો, ગઇકાલે તે ગેરહાજર હતો. હોસ્પિટલમાં સ્ટોક ચેક કરતાં બરોબર જણાયો છે.

પોલીસ તપાસમાં 6 શખ્સોની ચેનલ મળી ત્રણની ધરપકડ કરાઇ, ત્રણની હવે કરાશે
પોલીસે ગુંજન પટેલને પકડી છટકું ગોઠવતાં હાથમાં આવેલા નિતેશ હઢીયોલ અને સતિષ મકવાણાને પૂછતાં વિસનગરની ક્રિષ્ણા હોસ્પિટલમાં મેડીક્લેમનું કામ સંભાળતી મહેસાણા સોમનાથ રોડ રહેતી કોમલબેન ગણપતભાઇ સુતરિયાનું નામ ખૂલ્યું હતું. તેણીએ કહ્યું કે, ઇન્જેકશન મહેસાણા ગાયત્રી મંદિર પાસે રહેતા રાહુલ ગોસ્વામી પાસેથી મળે છે.

રાહુલે શંકુઝ મેડિકલ હોસ્પિટલમાં કામ કરતા ગોવિંદ ઠાકોર પાસેથી ઇન્જેકશન લીધાનું બહાર આવ્યું છે. જેમાં કંપનીના રૂ.3400ના ભાવનું ઇન્જેકશન આ ચેનલમાં ભાવ કમિશનમાં વધતાં વધતાં છેલ્લે રૂ.27 હજારમાં કાળાબજારમાં વેચતા હોવાનું પીએસઆઇ ડી.એન. વાઝાએ જણાવ્યું હતું. જેમાં ત્રણની ધરપકડ કરી કોવિડ ટેસ્ટની પ્રક્રિયા કરાઇ છે. અન્ય ત્રણને હવે હસ્તગત કરાશે. જ્યારે એક આરોપી શંકાના દાયરામાં આવ્યો છે, પરંતુ તેનો હાલ ગુનાહિત આર્થિક ઇરાદો જણાતો નથી, આમ છતાં કંઇ ગુનાહિત આવશે તો કાર્યવાહી કરાશે.

ગુંજન પટેલ મેડિકલ સાધન વેચવાનો સ્ટોર ધરાવે છે, દવા વેચવાનું કોઇ લાયસન્સ નથી
પોલીસ સૂત્રો તેમજ કેમિસ્ટ એસો.ના સૂત્રોએ કહ્યું કે, રાધનપુર રોડ સ્થિત નિધી મેડિકલ હેલ્થકેર સોલ્યુશન ધરાવતા ગુંજન પટેલ મેડિકલના સાધનોનો વેચાણનો સ્ટોર ધરાવે છે, તે દવા વેચાણનું લાયસન્સ ધરાવતા નથી.

આ ટોળકીનાં નામ ખૂલ્યાં
1.ગુંજન પ્રવિણભાઇ પટેલ (રહે. શારદા સોસાયટી, એસટી વર્કશોપ રોડ, મહેસાણા)
2.નિતેશ બળદેવભાઇ હઢીયોલ (રહે. સોમેશ્વર કુંજ, સોમનાથ રોડ, મહેસાણા)
3.સતિષ જયંતિભાઇ મકવાણા (રહે.ગુરુકૃપા સોસાયટી, પોલીસ હેડક્વાટર પાસે, મહેસાણા)
4.કોમલબેન ગણપતભાઇ સુતરિયા
(રહે. સોમનાથ રોડ, મહેસાણા)
5.રાહુલ ગોસ્વામી (ગાયત્રી મંદિર પાસે, મહેસાણા)
6.ગોવિંદ ઠાકોર (શંકુઝ મેડિકલ હોસ્પિટલનો કર્મી)

ઉ.ગુ.માં રેમડેસિવિરનાં કાળાબજાર

 • 21 એપ્રિલ : કડીની રિધમ હોસ્પિટલની નર્સ ગુડ્ડી રાજપૂત એક્સપાયર ડેટનું રૂ.5400નું રેમડેસિવિર ઇન્જેક્શન રૂ.15 હજારમાં વેચતાં ઝડપાઇ.
 • 30 એપ્રિલ : હિંમતનગરમાં ખાનગી ડોકટર પાસે નોકરી કરતો ઉત્તમ સોલંકી સહિત ચાર ~ 966નું રેમેડેસિવિર ~30 હજારમાં વેચતાં ઝડપાયા.
 • 1 મે : ડીસાના ભોયણ નજીક ~1798ના બે રેમેડેસિવિર ~ 60 હજારમાં વેચતાં ચાર પકડાયા.
 • 2 મે : પાલનપુરની જી.એસ. હોસ્પિટલમાં વોર્ડબોય સદામહુસેન રહુમાન રૂ.899ના રેમડેસિવિર ઈન્જેક્શન વેચવા જતાં પકડાયો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો