તહેવાર માતમમાં ફેરવાયો:મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં અકસ્માતની ત્રણ ઘટના, ત્રણના મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ, છેલ્લા બે દિવસમાં અકસ્માતની ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત
  • દીકરીઓના લગ્ન કરાવી અમદાવાદ જઇ રહેલા પિતાનું મોત
  • મહેસાણાથી બાઈક પર ઘરે જઇ રહેલા યુવાનનું મોત
  • રોડ ક્રોસ કરતાં યુવાનને મોત મળ્યું

મહેસાણામાં તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ છે. છેલ્લા બે દિવસમાં અકસ્માતની ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાં છે. જિલ્લાના બાવલું, લાઘણજ અને વિસનગરમાં છેસ્સા બે દિવસ દરમિયાન થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવતાં દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.

દીકરીઓના લગ્ન કરાવી અમદાવાદ જઇ રહેલા પિતાનું મોત

મુળ વિસનગરના રહેવાસી અને હાલ અમદાવાદ ખાતે રહેતાં કરતા 53 વર્ષીય પરમાર પ્રવીણભાઈ તેમની બે દીકરીઓના લગ્ન પ્રસંગ હોવાથી પોતાના વતન આવ્યા હતા. દસ દિવસ ગામમાં રોકાયા બાદ લગ્ન પ્રસંગ પૂરો કરી પોતાનો સરસમાન લઈને જમાઈના લોડિંગ છકડામાં સમાન ભરી પોતાના નિવાસ સ્થાને જઈ રહ્યા હતા, ત્યારે ચરાડું ચોકડી પાસે આવેલી રાધે હોટેલ પાસે રોડ ક્રોસ કરતાં પુરઝડપે આવી રહેલા આઇસરે ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. જેમનુ માસણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

મહેસાણાથી બાઈક પર ઘરે જઇ રહેલા યુવાનનું મોત

વિસનગર તાલુકામાં આવેલા રંડાલા ખાતે રહેતો અને મહેસાણામાં એક શો-રૂમમાં નોકરી કરતો યુવાન નોકરી પરથી પોતાના મિત્ર સાથે બાઇક પર ઘરે જઇ રહ્યો હતો, ત્યારે વચ્ચે અકસ્માત થતાં તે ઘરના બદલે હરિધામ રહોંચી ગયો હતો. નોકરી કરી પરત ઘરે જઈ રહેલા ઠાકોર નરેશ અને ઠાકોર વિશાલ નામના બે યુવકો બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે મહેસાણા-વિસનગર રોડ પર બાસના કોલેજ પાસે બાઈક પર કાબુ ગુમાવતા બાઈક ઝાડ સાથે ટકરાયું હતું. જેમાં પાછળ બેઠેલા ઠાકોર વિશાલ નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. નરેશ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

રોડ ક્રોસ કરતાં યુવાનને મોત મળ્યું

કડીના બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા થોળ રોડ પર આવેલી રાનીગા કંપની પાસે રોડ પર જઈ રહેલા એક વ્યક્તિને બે ગાડીઓએ અકસ્માત સર્જી ટક્કર મારતા મોત નીપજ્યું હતું. જે વ્યક્તિ રનીગા કંપનીમાં રસોઈયા તરીકે કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...