તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે દીકરીના લગ્નમાં શું કરવું?:લાડકવાયીના લગ્ન માટે લાવેલા ઘરેણાં ચોરો તફડાવી ગયા, કડીમાં લાચાર પિતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા

મહેસાણા13 દિવસ પહેલા
 • ઘરેણાં સહિત 3.90 લાખની ચોરી કરી તસ્કરો ફરાર
 • કડીમાં ચોરીના સતત બનતા બનાવો પોલીસ માટે પડકાર

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં લૂંટ, ચોરી, હુમલાઓ જેવી ઘટના સામાન્ય બનતી જાય છે તેમજ તસ્કરો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય એવું લાગી રહ્યું છે. કડીમાં દીકરીના બાપે લાડકવાઇના લગ્ન કરવા તૈયારીઓ કરી, એના માટે ઘરેણાં લાવ્યા અને તસ્કરો ઘરમાં મુકેલા ટંકનું તાળું તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 3.90 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં લાચાર પિતાએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા જિલ્લાના કડીમાં કસ્બા વિસ્તારમાં આવેલા સિંધી વાડામાં રહેતા મહમદ યુસુફભાઈના ઘરમાં દીકરીનો લગ્ન પ્રસંગ હોવાથી ઘરમાં મહેમાનો આવ્યા હતા. એ દરમિયાન રાત્રે 12 વાગ્યાના આસપાસ પરિવારજનો સુઈ ગયા હતા. ત્યારબાદ વહેલી સવારે જ્યારે પરિવારના સભ્યો ઉઠ્યા તો ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો જોઈ ચોકી ઉઠ્યા હતા.

ઘરમાં તપાસ કરતા ઘરનો સમાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો. ઘરમાં લગ્ન હોવાથી દીકરી અને બહેનના સોનાના દાગીના એક લોખંડના ટંકમાં મુકવામાં આવ્યા હતા, એ ટંકમાં મુકેલા દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવતા પરિવાર ચોકી ઉઠ્યો હતો. સમગ્ર મામલે મહમદ યુસુફભાઈએ કડી પોલીસ મથકમાં દાગીના અને રોકડ રકમ મળી કુલ 3.90 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો