ફરિયાદ:કડીના દિગડી ગામની શાળામાં ભેજાબાજ ચોરોએ હાથસાફ કર્યો, મોનીટર, કેમેરા અને હાર્ડડિસ્ક ઉઠાવી ગયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ આજ સ્કૂલમાં ત્રણ વાર ચોરી થઈ ચૂકી છે: આચાર્ય

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે વધુ એક ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. કડીના દિગડી ગામની સ્કૂલમાં ઘૂસી તસ્કરોએ મોનીટર, કેમેરા અને હાર્ડડિસ્ક ઉઠાવી ગયા હતા.

કડી પંથકમાં છેલ્લા અઠવાડિયામાં ચોરીની ઘટના સતત પ્રકાશમાં આવી રહી છે. સ્થાનિક પોલીસે પણ ચોરોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે, જ્યાં વધુ એક ચોરી પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં કડી તાલુકામાં આવેલા દિગડી ગામની શાંતા બેન રામદાસ પટેલ વિદ્યાલયમાં તસ્કરો સ્કૂલમાં ઘુસ્યા હતા. જ્યાં આચાર્યની ઓફિસમાં લગાડેલા કેમરા, હાર્ડ ડિસ્ક તેમજ મોનીટરની ચોરી કરી કુલ 18 હજારના મત્તા ની ચોરી કરી ફરાર થયા હતા.

ભેજાબાજ ચોરો સ્કૂલમાં લાગેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આજ શાળામાં કેટલાક વર્ષ અગાઉ ત્રણ વાર ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, જેતે સમયે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...