હવે ડરવું જરૂરી..!:ડિસેમ્બર આખા મહિનામાં 28 કેસ હતા જાન્યુઆરીના માત્ર 4 જ દિવસમાં 31 કેસ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા જિલ્લામાં સોમવારે 12 બાદ મંગળવારે વધુ 14 કેસ સાથે 193 દિવસ બાદ એક્ટિવ કેસોની સંખ્યા 40ને પાર 45એ પહોંચી
  • મહેસાણા શહેરમાં 7 અને વિસનગર શહેરમાં 1 કેસ : પાંચોટ, ભાન્ડુ, બેચર, લાડોલ અને જગન્નાથપુરા ગામમાં કોરોનાની એન્ટ્રી

કોરોના કેસની ગતિ જે રીતે વધી રહી છે તે જોતાં હવે ડરવું જરૂરી છે. કેમકે, ડિસેમ્બર મહિનામાં મહેસાણા જિલ્લામાં માત્ર 28 કેસ સામે આવ્યા હતા. તેની સામે જાન્યુઆરી મહિનાના માત્ર 4 દિવસમાં જ 31 કેસ નોંધાઇ ચૂક્યા છે. એટલે કે, ડિસેમ્બર મહિનામાં એક કોરોના સંક્રમિત દર 26 કલાક મળ્યાનો રેશિયો રહ્યો હતો.

જ્યારે છેલ્લા 4 દિવસમાં દર 3 કલાકે 1 કેસ સામે આવી રહ્યો હોવાનો રેશિયો રહ્યો છે. મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસની ગતિ વધી રહી હોય તેમ સોમવારે 12 કેસ બાદ મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. તેની સામે એક દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. જેને લઇ એક્ટિવ કેસની સંખ્યા 45એ પહોંચી છે.

193 દિવસ પહેલાં એટલે કે તા.25 જૂન, 2021એ જિલ્લામાં 42 એક્ટિવ કેસ હતા. 14 સંક્રમિતો પૈકી 8 શહેરી વિસ્તારના અને 6 ગ્રામ્ય વિસ્તારના છે. 5 સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જેમાં મહેસાણાના માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં રહેતાં મહિલા અને યુવાન અમદાવાદ, માલ ગોડાઉન રોડ વિસ્તારમાં રહેતો યુવક બિહાર, બહુચરાજીના બેચર ગામનો યુવક ઉત્તર પ્રદેશના મુરાદાબાદ તેમજ વિજાપુરના લાડોલ ગામનો યુવક બિહારથી આવ્યા બાદ પોઝિટિવ થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 6 કેસમાં મહેસાણા તાલુકાના પાંચોટમાં 2, વિસનગરના ભાન્ડુ, બહુચરાજીના બેચર, વિજાપુરના લાડોલ અને ઊંઝા તાલુકાના જગન્નાથપુરાના એક-એકનો સમાવેશ થાય છે. બીજી બાજુ, આરોગ્ય વિભાગે મંગળવારે વધુ 2668 શંકાસ્પદ સેમ્પલ લીધા છે.

જિલ્લાના 14 સંક્રમિતો
મહેસાણા

ધરમ સિનેમા રોડ (67) (સ્ત્રી)
ટી.બી.રોડ (53) (સ્ત્રી)
માનવઆશ્રમ ચોકડી (52)(સ્ત્રી)
માનવઆશ્રમ ચોકડી (25)(પુ)
જેલ રોડ (57) (સ્ત્રી)
રાધનપુર રોડ (36) (પુ)
માલગોડાઉન રોડ (32) (પુ)
પાંચોટ (32) (સ્ત્રી)
પાંચોટ (21) (પુ)
વિસનગર
ગાયત્રીનગર (67) (પુ)
ભાન્ડુ (37) (પુ)
બહુચરાજી
બેચર (23) (પુ)
વિજાપુર
લાડોલ (47) (પુ)
ઊંઝા
જગન્નાથપુરા (33) (પુ)

સાબરકાંઠા: જિલ્લામાં બ્યુટીપાર્લર સંચાલિકા, શિક્ષક, 2 મહિલા, વૃદ્ધ દંપતી સહિત 6ને કોરોના
સાબરકાંઠામાં મંગળવારે બ્યુટીપાર્લર સંચાલિકા, શિક્ષક, વૃદ્ધ દંપતી, ગાંધીનગર અભ્યાસ અર્થે જતી યુવતી સહિત 6 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હિંમતનગર રોયલ પાર્કમાં રહેતા 67 વર્ષીય પુરૂષ અને 64 વર્ષીય, બજાર વિસ્તારમાં જૂની વાવ પાસે 41 અને 49 વર્ષીય મહિલા, ખેડબ્રહ્માના પટેલ ફળીમાં રહેતી 21 વર્ષીય યુવતી તથા તલોદના આંજણાના 45 વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયા છે.

અરવલ્લી: મોડાસાની KN સ્કૂલની છાત્રા સંક્રમિત
મોડાસાની કે.એન.શાહ હાઈસ્કૂલમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી છાત્રા કોરોના સંક્રમિત થઇ હતી. જેને મંગળવારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાઇ છે.

બનાસકાંઠા : મુંબઈ, આણંદ, સૌરાષ્ટ્ર અને ગોવા ફરવા ગયેલા 5ને કોરોના,ઓમિક્રોન દર્દી ડિસ્ચાર્જ
મુંબઈ, આણંદ, સૌરાષ્ટ્ર અને ગોવા ફરીને પાલનપુર આવેલા 5 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે,ડીસામાં લંડનથી આવેલા ઓમિક્રોન પોઝિટિવ યુવકનો 3 વખત કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને રજા અપાઈ છે. જ્યારે નવા જે 5 કેસ આવ્યા છે તેમને સામાન્ય શરદી અને ખાંસી છે, કોઈ જ પ્રકારના ગંભીર લક્ષણો નથી.

અન્ય સમાચારો પણ છે...