મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં તાજેતરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે, શહેરમાં છેલ્લા બે દિવસથી નજીવો વરસાદ પણ વરસ્યો નથી. તેમ છતાં હૈદરી ચોક વિસ્તારમાં એકાએક ભૂવો પડ્યો હતો. જેથી પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ગાડી આખી સમાઈ જાય તેવડો મોટો ભૂવો પડ્યો હતો.
ધમધમતા રોડ વચ્ચે જ ભૂવો
શહેરમાં આવેલા હૈદરી ચોક વિસ્તારમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો અહીંયાંથી પોતાના કામ ધંધા અર્થે જતા હોય છે. ત્યારે આ માર્ગ પર આજે બપોરે એકાએક રોડની વચ્ચે ભૂવો પડી જતા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા.
સદનસીબે જાનહાનિ ટળી
હૈદરી ચોક વિસ્તારમાં હમણાં થોડા સમય પહેલા જ વરસાદી પાણીની લાઈન નાખવા ખોડકામ કરવામાં આવ્યું હતું. તેમજ જેતે સમયે કામ પૂર્ણ કર્યા બાદ ખાડાઓ પણ પુરી દેવામાં આવ્યાં હતા. ત્યારે આજે એકાએક મુખ્ય રોડની વચ્ચો ભૂવો પડી જતા તાત્કાલિક ધોરણે પાલિકાની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટીમે ભુવો જ્યાં પડ્યો હતો એ વિસ્તારમાં કોર્ડન કરી માર્ગ બંધ કરી દીધી હતો. તેમજ ટ્રેકટર અને જેસીબીની મદદથી વધુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.