મામલો બિચક્યો:મહેસાણા પાલિકાની વ્યવસાયવેરા શાખામાં પેઢીના કર્મચારીએ ગાળો ભાંડતાં હોબાળો

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી પેઢી બંધ હોવા છતાં વેરો કેમ આવ્યો તેને લઇ મામલો બિચક્યો

મહેસાણા નગરપાલિકાની વ્યવસાય વેરા શાખામાં એક પેઢીનો કર્મી પેઢીનો વ્યવસાયવેરો ભરવા આવેલા અને તેમની બીજી પેઢી બંધ હોવા છતાં વેરો કેમ આવ્યો તેને લઇને શાખાના કર્મીને ગાળો બોલવા લાગતા શાખામાં વેરો ભરવા આવેલ અન્ય વેપારીઓએ વિવેક જાળવી વાત કરવા સૂચવતાં મામલો થોડીવાર ઉગ્ર બન્યો હતો.

શાખાના કર્મચારીએ ફર્મ બંધ કરી હોય પણ શાખામાંથી કમી ન કરાવી હોય તો વેરો ચાલુ રહેતો હોય છે એવી માહિતી આપી છતાં ફર્મના માણસ ઉગ્ર બનેલા હોય થોડીવાર હોબાળો મચ્યો હતો.દરમિયાન અન્ય કર્મચારીઓ સહિત અરજદારો ટોળે વળ્યા હતા.જોકે ફર્મના કર્મીને ભાન થતાં આખરે કામગીરી પૂર્ણ કરીને ચાલી નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...