તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ મહેસાણા વોર્ડ નં-8:5 વર્ષથી નાગલપુરનું તળાવ ડેવલપ કરવાની વાતો થાય છે પણ થતું નથી

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
હિમાલય ફ્લેટ થી નાગલપુર તરફ જતો રોડ જર્જરિત હાલતમાં - Divya Bhaskar
હિમાલય ફ્લેટ થી નાગલપુર તરફ જતો રોડ જર્જરિત હાલતમાં
 • સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૂરો નહીં થતાં નાગલપુરનું તળાવ ગંદા પાણીનું તળાવ બન્યું
 • નાગલપુરમાં બોર 4 વર્ષથી બંધ, નર્મદાનું પાણી પૂરતા ફોર્સથી નહીં મળવાની સમસ્યા

મહેસાણા શહેરના અડધા વિસ્તારના ગટરના પાણીને શુદ્ધિકરણ કરતો ટ્રીટમેન્ટ પ્લાન્ટ જીયુડીસીએ નાગલપુર તળાવ નજીક બનાવાનું શરૂ કર્યાના 5 વર્ષ વિતી ગયા પછી પણ પ્લાન્ટ અધૂરો રહેતાં હજુ ગંદા પાણીનો તળાવમાં નિકાલ થઇ રહ્યો છે. શિવ બંગ્લોઝના પ્રમુખ રાજુભાઇ શર્માએ કહ્યું કે, સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 40 ફૂટના ખાડા કરીને રાખ્યા છે પણ કામ પૂરું થયું નથી. વર્ષોથી પ્લાન્ટ અધૂરો છે, આ પ્લાન્ટ બને તો તળાવનો પણ વિકાસ થઇ શકે.

રાધનપુર રોડ પર લોખંડની ગ્રીલમાં વૃક્ષારોપણથી ગ્રિનરી કરાઇ છે તેમ અમારા વિસ્તારના મેઇન રોડમાં નિલકંઠ મહાદેવના મંદિર સુધી લોખંડના પાંજરા મૂકી વૃક્ષારોપણ કરવું જોઇએ, જેથી વૃક્ષો સચવાશે અને આખોયે રોડ હરિયાળો બનશે. બ્લોક અને ફુટપાથમાં વૃક્ષો કપાઇ ગયા છે ત્યારે હવે રોડ સાઇડ જતન થાય એવી રીતે વૃક્ષારોપણની ખૂબ જરૂર છે.

નાગલપુર પટેલવાસમાં રહેતા યુવાન બિરેનભાઇ પટેલે કહ્યું કે, તળાવમાંથી ગંદા પાણીનો નિકાલ થવો જોઇએ. 5 વર્ષથી ગંદા પાણી તળાવમાં ભરાયેલા છે. અહીંથી ગંદા પાણી નિકાલ થાય તો તળાવ ડેવલપ થાય અને નિલકંઠ મહાદેવ મંદિર સુધી વિસ્તારમાં રોનક પથરાઇ શકે. નાગલપુરમાં પાણીનો બોર 4 વર્ષથી બંધ છે, હાલ છેક દેદિયાસણથી નર્મદાનું પાણી નાગલપુર આવે છે, તેમાં પૂરતો ફોર્સ ન મળતાં પાણીની સમસ્યા યથાવત રહી છે, ત્યારે ગામમાં સમ્પ બનાવવાની જરૂર છે.

ઉમા શિવમ રેસીડેન્સીના પ્રમુખ યુસુભા ઝાલાએ કહ્યું કે, અહીં હિમાલયા ફ્લેટથી નાગલપુર તરફ જતા રોડમાં અડધો કિમી સુધીનો રોડ વર્ષોથી તૂટેલી હાલતમાં ઉબડખાબડ હોઇ અવરજવરમાં મુશ્કેલી સર્જાય છે. એમાંયે ખાડામાં પાણી ભરાઇ રહેતાં વાહન ચલાવી નીકળવામાં હાલાકી સર્જાય છે. આ અંગે રજૂઆતો થયેલી છે, ત્યારે પાકો નવો રોડ બને તેવું ઇચ્છી રહ્યા છીએ. બીજુ 244 ફ્લેટની ઉમા શિવમ રેસીડેન્સીમાં ખાનગી બોર છે અને પાલિકાનું નર્મદાનું પાણી આવે છે, પણ 22 જોડાણમાં પર્યાપ્ત ન હોઇ વધુ પાણી મળે તેવી વ્યવસ્થા જરૂરી છે.

2015ની ચૂંટણીમાં ચારેય બેઠક ભાજપે જીતી હતી
વર્ષ 2015ની ચૂંટણીમાં વોર્ડ નં.8માં ભાજપના ભાવનાબેન ગોર, મંગુબેન પ્રજાપતિ, કાનજી ભાઇ દેસાઇ અને વિષ્ણુભાઇ પટેલ એમ ચારેય ઉમેદવારની પેનલનો વિજય થયો હતો.

વોર્ડ નં.8માં કુલ 15032 મતદારોનું જ્ઞાતિ વર્ગીકરણ
વોર્ડ નં.8માં કુલ 15032 મતદારો છે. જેમાં પુરુષ 7901 અને સ્ત્રી 7131 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારોમાં પાટીદાર 2642, પ્રજાપતિ 1910, ઠાકોર 532, દેસાઇ 506, પંચાલ 337, મોદી 313, શર્મા 256, ચાવડા 206, શાહ 205, સુથાર 189, નાયી 178, રાવલ 174, રાવળ 172, ચૌધરી 171, રબારી 166, દેવીપૂજક 162, દેસાઇ 160, સેનમા 158, સોની 136, ચૌહાણ 134, જોશી 120, પરમાર 116, દરજી 110, દવે 107, સોલંકી 104, બારોટ 101 સહિત જ્ઞાતિના મતદારો છે.

વોર્ડ વિસ્તાર
નાગલપુર, કસ્બાવાસ, લક્ષ્મી કોમ્પલેક્ષ, સંસ્કૃત બંગ્લોઝ, નસસાઇન, પ્રમુખ એન્કલેવ, સરદાર ડેરી, ચાઇના ગાર્ડન સામેની દુકાનો, રાધેકુંજ બંગ્લોઝ, વર્ધમાનનગર, સમ્રાટ નગર, મંગલપાર્ક, સરદારપાર્ક, નેતાજીપાર્ક, શંભુનગર, શિવસત્ય કોમ્પલેક્ષ, વિદ્યુતનગર, જાગૃતિ નગર સોસાયટી વગેરે વિસ્તાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો