ઘર્મ:મનને નિયંત્રણમાં રાખવા મંદિર, સત્સંગ અને સંતો પ્રયોગશાળા છે : આનંદ સ્વરૂપ સ્વામી

આંબલીયાસણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોઝારિયામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગોઝારીયા દ્વારા હાઇવે નજીક આવેલ પંચવટી વિસ્તારમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ત્રણ શિખરના બનતા નવીન મંદિરના નિર્માણ માટે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રવિવારે સંસ્થાના સંત આનંદ સ્વરૂપ સ્વામી, મહેસાણાના સંત ભગવત પ્રસાદ સ્વામી, કોઠારી કરુણા મૂર્તિ સ્વામી તેમજ અન્ય સંતો અને ભૂમિના દાતા ડાહ્યાભાઈ પટેલ, કાંતિભાઈ પાઠક, ર્ડા. જીતુભાઈ પટેલ સહિતની હાજરીમાં ખાત વિધિ મહોત્સવ ધાર્મિક પૂજનવિધિ સાથે કરાયો હતો. આ પ્રસંગે હાજર સંતોએ પોતાના પ્રાસંગિક પ્રવચન વિવિધ દેશ વિદેશના વિવિધ દ્રષ્ટાંતો દ્વારા ધર્મને લગતા ઉપદેશો હાજર હરિભક્તોને સમજાવ્યા હતા.

આનંદ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે માનવ શરીરના આત્મા માટે મંદિર ઉપયોગી છે તેમજ ક્રોધ, ઈર્ષા અને અભિમાનથી અશાંતિ ઉત્પન્ન થાય છે. મનએ સુખ અને દુઃખનું ભાગીદાર છે તેમજ તેને નિયંત્રણમાં રાખવા માટે મંદિર, સત્સંગ અને સંતો પ્રયોગશાળા છે. આ પ્રસંગે જિ. પં સદસ્ય મિહિર પટેલ તેમજ પારસા, હરનાહોડા સહિતના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાધુ ઋષિ ચિંતનદાસ, નીલકંઠ મુનિ દાસ, ર્ડા. વિપુલભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, કૌશિકભાઈ પાઠક, કનુભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પટેલ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...