તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:બાળકોને શિસ્ત, પરોપકાર આપતી સંસ્થાઓ નહીંવત

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ઉપનગર જૈન સંઘમાં આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સાનું પ્રવચન

મહેસાણા શહેરના ઉપનગર જૈન સંઘમાં બુધવારના પ્રેરણામૃતમાં પ્રવચનકાર આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.એ શિક્ષિતો અને સદાચાર વિષય પર પ્રવચન આપતાં કહ્યું કે, દેશના બાળકો શિક્ષિત બને એવી મથામણ તો આ દેશના બની બેઠેલા કોઈ રાજકીય નેતા, કોઈ સાહિત્યકાર નેતા, કોઈ કટાર લેખકોના નેતા, કોઇ ચિંતનબહાદુર નેતા, કેટલાક પરોપદેશે પાંડિત્ય જેવા નેતાઓ આ બધા ખૂબ જ ચિંતા કરતા હોય છે.બહુ ઓછા એવા નેતાઓ જોવા મળે છે. જેઓ એવી ચિંતા કરતા હોય કે આપણા દેશના બાળકો સંસ્કારી બને, વિનયી બને, વિવેકી બને, પ્રામાણિક બને, પરમાર્થ પ્રેમી બને, ચારિત્રવાન બને, સત્યપ્રેમી બને, અહિંસાપ્રેમી બને, ન્યાયપ્રેમી બને, સદાચારી બને, વર્તમાનકાળમાં મોટાભાગના લોકોની અનેક બાબતોમાં-ક્ષેત્રોમાં શિક્ષિતોની માંગ વધી ગઈ છે.

પણ સંસ્કારી, સદાચારી લોકોની બહુ ડિમાન્ડ રહી નથી. દુરાચારી, હિંસક, લુટારા, બળાત્કારી, મફતનો માલ પચાવી પાડનારા, બે વચની, શોખીન લોકોની બોલબાલા વધતી જતી હોય તો એમાં કોઈ નવાઈ નથી. તેનું એક કારણ છે, વિજ્ઞાન, ટેકનોલોજી, મેનેજમેન્ટ, અંગ્રેજી ભાષા, સર્વિસ, પ્રેમ(વાસના ગર્ભિત) કથાઓ, રાજકારણ, હકો-અધિકારો આ બધી બાબતો, આ વિષયોને, શૈક્ષણિક કે બિનશૈક્ષણિક સંસ્થાઓ, ફિલ્મો, નાટકો, સેમિનાર આયોજકો, ચર્ચાપ્રેમીઓ, એક્ટરો ગેમ માસ્ટરો દ્વારા જેટલું મહત્વ અપાય છે, એટલું મહત્વ ઉપરોક્ત સદાચારો, શિસ્ત, પરોપકાર તત્વોને આપનારી સંસ્થાઓનો બહુ મોટો દુષ્કાળ છે. હશે થોડીક ધાર્મિક સંસ્થાઓ કે જે આવા સુંદર કાર્ય કરતી હશે ખરી. પરંતુ તેવી સંસ્થાઓને, સાંપ્રદાયિકતાના નામે વગોવવામાં કે વખોડવામાં, રૂઢીચુસ્તતાના નામે હલકી ચિતરવામાં કહેવાતા આધુનિક દીમાગવાળા તર્કબાજો જરાય કસર રાખતા નથી.

એક વિદ્યાર્થી એસએસસીના વર્ગમાં બે દિવસ ગેરહાજર રહ્યો. વર્ગ શિક્ષકે કરડાકીથી પૂછ્યું, કેમ ગેરહાજર? જવાબ આપ્યો, સાહેબ! શાળાના શિક્ષણ કરતાં પણ મારી મા મને બહુ વ્હાલી છે. તેની બીમારીમાં હું ખડેપગે સેવામાં રહ્યો એટલે શાળામાં ગેરહાજર રહ્યો.

અન્ય સમાચારો પણ છે...