મૂળ વડનગરના રાસ્કાના અને હાલ અમદાવાદ રહેતો પટેલ પરિવાર ગત 3 ડિસેમ્બરે ઊંઝા ખાતે લગ્ન પ્રસંગોમાં હાજરી આપવા આવ્યો હતો. લગ્ન પ્રસંગ બાદ કાર પાસે આવતાં કારના કાચ તૂટેલા જોઇ તપાસ કરતાં રૂ.1.52 લાખના મુદ્દામાલની ચોરી થયાની જાણ થઇ હતી. ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતાં પરેશકુમાર કાશી રામભાઇ પટેલ ગત 3 ડિસેમ્બરે પત્ની અને બાળકો સાથે ઊંઝા-વિસનગર રોડ પરના કમલેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભાણેજનો લગ્નના રિસેપ્શનમાં આવ્યા હતા. બહાર કાર (GJ 01 KS 5967) પાર્ક કરી હતી. કારમાંથી કપડાં ભરેલી ટ્રોલી બેગ ગાયબ હતી.
રૂ.67 હજારની કિંમતનું દોઢેક તબલાનું સોનાનું મંગલસુત્ર, રૂ.22 હજારની અડધા તોલાની સોનાની 2 બુટ્ટી, રૂ.45 હજારની આશરે 8 ગ્રામ સોનાની લકી, રૂ.8 હજારની રોકડ, રૂ.900ની 2 ગ્રામ સોનાનું પેંડલ, રૂ.1 હજારની ચાંદની શેર અને વીંટી, ઘડિયાળ તેમજ કટલરી ભરેલી બેગ ચોરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.