તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:આંબલિયાસણ ગામમાં બંધ મકાનમાંથી રૂ.1 લાખની ચોરી

આંબલિયાસણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મકાનમાલિક વતન જતાં ચોરો ફાવી ગયા
  • સ્ટેશન વિસ્તારમાં અર્જુનનગર સોસા.માં ચોરી

મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન વિસ્તારની અર્જુનનગર સોસાયટીમાં રહેતા મકાનમાલિક વતનમાં જતાં બંધ મકાનને નિશાન બનાવી ચોરો ઘરમાં રહેલ સોનાના દાગીના અને રોકડ મળી 1 લાખની મત્તા ચોરી જતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ અંગે આંબલિયાસણ પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરાઇ હતી. આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં આવેલ અર્જુનનગર સોસાયટીના મકાન નંબર -23 માં રહેતા પટેલ સુરેશકુમાર કાળાભાઈ પરિવાર સાથે વતન ધોલસણ ગયા હતા.

શનિવારની મધરાત્રે ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનના પાછળના ભાગના દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં રહેલ 85 હજારનુ સોનાનુ 1.5 તોલાનું ડોકિયું, રોકડ 15000 સાથે કુલ અંદાજિત 1 લાખની મત્તા ચોરી પલાયન થઇ ગયા હતા. મકાન માલિક વતનથી પરત ફર્યા ત્યારે ઘરનો પાછળનો દરવાજો તૂટેલો હતો તેમજ સામાન વરે વિખેર પડેલો જોઇ ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ અંગે પોલીસ મથકે જાણવાજોગ કરતાં હે.કો.અનુભાઈ ડામોરે તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...