• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Theft Of Mehsana Lakhs The Locks Of Four Houses Of Two Societies On Tawadia Road In Mehsana Were Broken, Theft Of Four Lakhs From The House Of ASI In Mehsana A Division Police Station

લાખોની ચોરી:મહેસાણારના તાવડીયા રોડ પર આવેલી બે સોસાયટીઓના ચાર મકાનના તાળા તૂટ્યા, ASIના ઘરમાંથી જ ચાર લાખની ચોરી

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં ચાર ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાઈ

મહેસાણા જિલ્લા અને શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લૂંટ, હત્યા અને ચોરી સહિતની ક્રાઇમની ઘટનાઓ બેફામ વધી રહી છે. મહેસાણા શહેરમાં આવેલા તાવડીયા રોડ પરની રુદ્ર રેસિડેન્સી અને દિવ્ય રેસિડેન્સીમાં મળી ચાર મકાનોના તસ્કરોએ તાળા તોડતા ચકચાર મચી જવા પામી છે. ઘટનામાં રુદ્ર રેસિડેન્સીમાં રહેતા ASIના ઘરમાં 4 લાખના મતાની ચોરી થઇ છે.

તળેટી રોડ પર આવેલી રુદ્ર રેસિડેન્સીમાં રહેતા ASI નરેશ રાણાનો પરિવાર ગત મોડી રાત્રે ઘરના ટેરેસ પર સુઈ રહ્યો હતો. એ દરમિયાન તસ્કરોએ પાછળના ભાગે બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી હતી અને 4 લાખ 10 હજારના સોના ચાંદીના દાગીના ચોરી રફુચક્કર થઈ ગયા હતા. જે મામલે ASIના પત્નીએ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

એજ સમયગાળા દરમિયાન નજીકમાં આવેલી દિવ્ય રેસિડેન્સીમાં આવેલા 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં મકાન નં. 20માં રહેતા સુથાર મનીષભાઈ પણ પોતાના પરિવાર સાથે ઘર આંગણે સુઈ રહ્યા હતા, એ દરમિયાન તસ્કરો ઘરના પાછળના દરવાજો તોડી પાડી આગળના દરવાજે લોક મારી તિજોરી તોડી હતી અને તિજોરીમાં મુકેલા 41 હજાર 200ની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડા 52 હજાર 200 રૂપિયા તસ્કરો ચોરી કરી હતી.

તેમજ પડોશમાં રહેતા ઠાકોર દિલીપજીના ઘરમાં પણ પાછળનો દરવાજો તોડી તસ્કરો ઘરમાં ઘૂસી તિજોરી તોડીને 3 લાખ 72 હજારની કિંમતમાં સોના ચાંદીના દાગીના તેમજ 93 હજાર રોકડ રકમ ચોરી કરી હતી.

આ ઉપરાંત એ લાઈનમાં રહેતા કિરીટ કુમાર પટેલના મકાનમાં પણ તસ્કરો પાછળનો દરવાજા તોડી ઘરમાં ઘૂસી સમાન અસ્તવ્યસ્ત કરી ચોરીને અંજામ આપ્યો હતો. જેમા ઘરમાંથી તકસરો 1 લાખ 22 હજારના સોના ચાંદીના દાગીના અને 5 હજાર રોકડા રૂપિયા તસ્કરો ઉઠાવી ગયા હતા.

સમગ્ર ચોરીની ઘટનાની જાણ થતાં મહેસાણા એ ડીવીઝન પોલીસ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સકોર્ડની ટીમો ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. ત્યારે એક સાથે ચાર મકાનોના તાળા તોડી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થયેલા તસ્કરોને ઝડપવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

શહેર ટ્રાફિક પોલીસની ઓફિસમાં2.55 લાખની ચોરીના 13 દિવસે પણ કડી ન મળી
મહેસાણા શહેરના જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી શહેર ટ્રાફિક પોલીસની ઓફિસમાંથી ગત 24 એપ્રિલની રાત્રે દંડની વસુલતાના રૂ.2.55 લાખની રોકડ તસ્કરો ઉઠાવી ગયા હતા. આ મામલે જે તે સમયે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. ચોરીની ઘટનાને 13 દિવસ થવા છતાં હજુ પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં મદદરૂપ બને એવી એક પણ કડી ન મળતાં ચોરીનો મામલો વણઉકેલ્યો પડી રહ્યો છે.

ચોરાયેલા સોના-ચાંદીના દાગીના

  • રૂ.1.20 લાખની સોનાની ચેઇન (3 તોલા)
  • રૂ.40 હજારની સોનાની 5 વીંટી (1 તોલા)
  • રૂ.80 હજારનું સોનાનું મંગળસૂત્ર ( 2 તોલા)
  • રૂ.1 લાખની સોનાની 4 જોડ બુટ્ટી સેર સાથે
  • રૂ.20 હજારનું સોનાનું કડુ (અડધો તોલા)
  • રૂ.20 હજારના સોનાના 6 ઓમ (અડધા તોલા)
  • રૂ.1 હજારની ચાંદીની ઝાંઝર નંગ-7
  • રૂ.5 હજારના ચાંદીના કડલા
  • રૂ.10 હજારની ચાંદીનીન પગની શેરો જોડ-8
  • રૂ.1500 ના ચાંદીના સિક્કા નંગ-28
  • રૂ.10 હજારના ચાંદીના 2 ગ્લાસ
  • રૂ.2500 નો ચાંદીનો કંદોરો
  • રૂ.3 હજારનો ચાંદીનો જુડો નંગ-2
  • રૂ.2 હજારની ચાંદીની 4 લક્કી
અન્ય સમાચારો પણ છે...