પશુ ચોરનો આતંક:વિસનગર, મહેસાણા, જોટાણા, કડી પંથકમાંથી ચાર પશુની ચોરી, રાજગઢ, પઢારીયા, કડી અને જોટાણામાં પશુચોર ત્રાટક્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રી દરમિયાન બનતી ચોરીઓથી પશુપાલકોમાં ભય, પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ

મહેસાણા જિલ્લામાં દિન-પ્રતિદિન પશુ ચોરનો આતંક વધી રહ્યો છે. મહેસાણા અને વિસનગર તાલુકામાં વધુ 4 પશુ ચોરાયાની ઘટના બની છે. મહેસાણા તાલુકાના પઢારીયામાં 3 અને વિસનગર તાલુકાના રાજગઢમાં એક પશુની ચોરી થવા પામી છે.વિસનગર તાલુકાના રાજગઢ ગામના જયંતિભાઈ ભુદરદાસ પટેલના ઘર નજીક વાડામાં બાંધેલી રૂપિયા 70 હજારની કિંમતની ભેંસ12-9-2021ની રાત્રે અજાણ્યો શખ્સ ચોરી જતાં પશુ માલિકે વિસનગર તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

જ્યારે મહેસાણા તાલુકાના પઢારીયા ગામના બહાદુરસિંહ શાંતુસિંહ રાઠોડના વાડામાં બાંધેલી રૂપિયા 60 હજારની કિંમતની બે ભેંસ અને ઠાકોર સોમાજી તલાજીના વાડામાં બાંધેલી રૂપિયા 30 હજારની કિંમતની 1 ભેંસ તા.13-9-2021ની રાત્રે અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. પશુપાલકોએ લાંઘણજ પોલીસને જાણ કરતાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

છેલ્લાં 3 દિવસમાં મહેસાણા અને વિસનગર તાલુકામાં 4 પશુઓની ચોરી કરીને પશુ ચોર જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા સપ્તાહ દરમિયાન કડી, જોટાણા, મહેસાણા, વિસનગર અને ગોઝારીયા પંથકમાંથી પશુ ચોરીની ઘટનાઓ બનતા પોલીસ દ્વારા પશુ ચોરને પકડી કાર્યવાહી થાય તેવી પશુપાલકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...