કેબલ ચોરો બેફામ:મહેસાણા તાલુકાના ગઢા ગામની સીમમાં ટ્યુબવેલ પરથી કેબલની ચોરી, છેલ્લા અઠવાડિયામાં ચોરીની આ પાંચમી ઘટના

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્યુબવેલ પર લાગેલા 21 ફૂટ અને 7 મીટર લાંબા કેબલની ચોરી કરી તસ્કરો ફરાર થયા
  • ખેડૂત દ્વારા તાલુકા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી

મહેસાણા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અલગ-અલગ ગામોમાં કેબલ ચોરો બેફામ બન્યાં છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અલગ-અલગ ગામડાઓમાં ટ્યુબવેલ પર રાત્રી દરમિયાન બેખોફ બની ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે તાલુકાના ગઢા ગામની સીમમાં આવેલા ટ્યુબવેલના વાયર ચોરી જવાની વધુ એક ઘટના પોલીસ મથકે નોંધાઈ છે.

મહેસાણા તાલુકામાં આવેલા ગઢા ગામની સીમમાં લવજીભાઈ ચૌધરીના ખેતરમાં આવેલા ટ્યુબવેલ પર રાત્રી દરમિયાન અજાણ્યા ઈસમો આવી ટ્યુબવેલ પર લાગેલા 21 ફૂટ અને 7 મીટર લાંબા કેબલ જેની કિંમત 8,500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે. સમગ્ર મામલે ખેડૂત દ્વારા તાલુકા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અલગ-અલગ ગામોમાં આવેલા ટ્યુબવેલ પર લાગેલા કેબલો તસ્કરો આરામથી ચોરી કરી રહ્યા છે ત્યારે હજુ પણ તાલુકા પોલીસ એક પણ ચોરને ઝડપવા કે રાત્રી પેટ્રોલીંગ વધારવા સફળ રહી નથી.

અન્ય સમાચારો પણ છે...