ચોરી:ચાલુ ટ્રકમાંથી તાડપત્રી અને રસ્સા કાપી રૂ.1.12 લાખના તેલના 75 કાર્ટૂનની ચોરી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કડીના કરણનગર રોડથી રાજકોટ તેલના કાર્ટૂન પહોંચાડવાના હતા

કડીના કરણનગર રોડ પર આવેલી તેલ કંપનીમાંથી 300 જેટલા કાર્ટૂન ભરીને ટ્રક શનિવારે સવારે રાજકોટ જવા નીકળી હતી, ત્યારે રસ્તામાં ચાલુ ગાડીએ તાડપત્રી અને રસ્સા કાપી સફેદ ડાલું લઇને આવેલા શખ્સોએ રૂ.1.12 લાખના તેલના 75 કાર્ટૂન ચોરી ભાગી ગયાની ફરિયાદ ટ્રકચાલકે બાવલુ પોલીસ મથકે નોંધાવી છે. કડીના કરણનગર રોડ પર આવેલી અદાણી વિલમર તેલ કંપનીમાંથી જય બહુચર રોડવેઝની ટ્રક (જીજે 02 ઝેડઝેડ 2940)માં તેલના 300 કાર્ટૂન ભરી શનિવારે સવારે 5 વાગે રાજકોટ જવા રવાના થઇ હતી.

ટ્રક કલ્યાણપુરા હાઇવે પરથી પસાર થતી વખતે ભલપુરાના પાટિયા પાસે એક વાહન પાછળ આવી રહ્યું હતું, જેને લઇ ટ્રકચાલક કરશનગીરી ગોસ્વામીએ વાહનને આગળ જવા સાઇડ સિગ્નલ આપ્યું છતાં આ વાહન પાછળ જ આવતું હતું. આ દરમિયાન ચાલક કરશનગીરીને શંકા જતાં તેમણે સવારે છે.વાગે ટ્રકને વેકરા ગામે ઉભી કરી તપાસ કરતાં તાડપત્રી અને રસ્સા કાપેલા હોઇ ચોરી થયાનું જણાયું હતું. આથી ટ્રક ચાલકે પોલીસના જિલ્લા કંટ્રોલરૂમ અને રોડવેઝના માલિકને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ટ્રકમાં તપાસ કરતાં રૂ.41135ના 5 લિટર તેલના 19 કાર્ટૂન અને રૂ.71736ના 1 લિટર તેલના 56 કાર્ટૂન મળી કુલ રૂ.1,12,871ના 75 કાર્ટૂન ચોરી થયાનું જણાયું હતું. ટ્રકચાલકે બાવલુ પોલીસ મથકે ડાલાચાલક સામે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...