વિજાપુરના મણીપુરા રોડ પરની અંબર સોસાયટીમાં રહેતાં બાબુભાઇ મફતલાલ પટેલ ગત 9 મે ની સાંજે સાડા સાતેક કલાકે મણીરત્ન કોમ્પ્લેક્ષમાં આવેલા આકાશ સ્ટુડિયોમાં કામ પતાવી ઘરે આવી ગયા હતા. બીજા દિવસ સવારે પોતાના સ્ટુડિયો પર ગયા ત્યારે શટરનું તાળુ તુટેલું જોયું હતું. સ્ટુડિયોનો તમામ માલસામાન વેરવીખેર જોઇ ચોરી થયા હોવાની જાણ થઇ હતી.
તસ્કરોએ રૂ.45 હજારના 4 કેમેરા, રૂ.5200 નું એલસીડી અને માઉસ, રૂ.2400 ના 4 મેમરીકાર્ડ, રૂ.1 હજારની બેટરી, રૂ.1 હજારના 2 ચાર્જર, રૂ.1 હજારનું કેમેરાનું ફ્લેશ અને રૂ.500 ની 5 ડીવીડી મળી કુલ રૂ.56600 ના મુદ્દામાલની તસ્કરો ચોરી ગયા હતા. લગ્નસરાની સિઝનમાં વ્યસ્ત વેપારીએ બનાવના નવેક દિવસ બાદ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.