ચોરી:મહેસાણા જનતા સુપર માર્કેટમાં નવદુર્ગા મોબાઈલ શોપમાં ચોરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 જૂના મોબાઈલ, રોકડ રકમ સહિત રૂ.8500નો સામાન ગયો

મહેસાણા શહેરમાં વિસનગર લીંક રોડ પર અંબિકા નગર સોસાયટીમાં રહેતા અને જનતા સુપર માર્કેટમાં નવદુર્ગા મોબાઈલની દુકાન ધરાવતા વિશાલ નાયક મંગળવારે સવારે દુકાને આવ્યા ત્યારે દુકાનનો નકુચો તૂટેલો હતો. દુકાનમાં તપાસ કરતા મોબાઈલની એસેસરીઝ અને સામાન વેર વિખેર હાલતમાં હતો. જેમાં ગ્રાહકોના રીપેરીંગમાં આવેલા 3 જૂના મોબાઈલ, ડ્રોઅરમાં મૂકેલા રૂપિયા 5 હજાર રોકડ અને બ્લુ ટુથ, ઈયર બર્ડ સહિતનો કેટલોક સામાન ચોરાયો હતો. પોલીસને જાણ કરતાં એ ડીવીઝન પોલીસે રૂપિયા 8500ના સામાનની ચોરી મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

જોટાણા તા.ની દિગડી હાઈસ્કૂલમાંથી હાર્ડડીસ્ક, મોનીટર, 2 કેમેરા ચોરાયા
જોટાણા : તાલુકાના દિગડી ગામની શાન્તાબેન રામદાસ પટેલ વિદ્યાલયમાંથી તસ્કરો કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, મોનીટર અને બે કેમેરા ચોરી ગયા હતા. જે અંગે કડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દીગડી ગામની શાન્તાબેન રામદાસ પટેલ વિદ્યાલયમાં 16 થી 18 ઓક્ટોબર દરમિયાન આચાર્યની ઓફિસનું તાળું તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ ઓફિસમાં લગાડેલી હાર્ડડિસ્ક, મોનીટર અને 2 કેમેરાની ચોરી કરી હતી. જે અંગે શાળાના આચાર્ય પ્રવિણભાઈ મણિલાલ પટેલે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...