તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિજાપુરની અપહ્રત યુવતી સાથે ભગાડી જનાર યુવક ઝડપાયો

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી અને વિજાપુર પોલીસની ટીમે ધનસુરાથી પકડ્યા
  • રાજસ્થાનમાં હોવાની માહિતી મળતાં પોલીસે પીછો કર્યો હતો

વિજાપુરની યુવતીનું અપહરણ કરી ભાગેલા યુવકને મહેસાણા એલસીબી અને વિજાપુર પોલીસની ટીમે સાબરકાંઠાના ધનસુરા પાસેથી બંનેને ઝડપી લીધા હતા. વિજાપુર શહેરની યુવતીને ભગાડી જવાના કેસની તપાસ એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે મહેસાણા એલસીબીને સોંપી હતી. જેને પગલે એલસીબી પીઅેસઅાઇ અે.કે. વાઘેલા અને વિજાપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઅાઇ અાર.જી. ચાૈધરીઅે 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

જેમાં સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી અારોપી હીલ અશોકભાઇ પટેલ (રહે. ઇશ્વરકૃપા સોસાયટી, વિજાપુર) યુવતી સાથે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં હોવાની જાણ થઇ હતી. જેને લઇ પોલીસની ત્રણ ટીમોએ ડુંગરપુર જિલ્લામાં શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન અારોપી યુવતી સાથે સાબરકાંઠા જિલ્લા તરફ ભાગ્યો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમોએ એકબીજાના સંપર્કમાં રહી પીછો કરી બંનેને ધનસુરા તાલુકામાંથી ઝડપી લઇ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કબજો સોંપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...