કાર્યવાહી:વિસનગરની સગીરાને ભગાડી જનાર યુવક સગીરા સાથે પાટણથી ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકનિકલ સર્વેલન્સ આધારે બંનેને શોધી તાલુકા પોલીસને સોંપ્યા

વિસનગરની સગીરાને ભગાડી જનાર શખ્સને સગીરા સાથે મહેસાણા પોલીસે પાટણથી ઝડપી લઇ બંનેને વિસનગર તાલુકા પોલીસને સોંપ્યા હતા. વિસનગરની સગીરાને ભગાડી જવા મામલે દેણપ રોડ પર રહેતા વિક્રમ ઠાકોર સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

એસઓજી પીઆઈ બી.એચ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.યુ. રોઝ, પીએસઆઈ વી.એન. રાઠોડ તેમજ એએચટીયુ, એસઓજીના સ્ટાફના માણસો દ્વારા આરોપી વિક્રમ ઠાકોરની શોધખોળ હાથ ધરાઈ હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે પાટણ બસ સ્ટેન્ડ નજીકથી ટીમે વિક્રમ પરથીજી ઠાકોરને ઝડપી લઈ સગીરા સાથે વિસનગર તાલુકા પોલીસને સોંપ્યો હતો.

લાડોલની કિશોરીને ગામનો યુવક ભગાડી ગયો
વિજાપુર તાલુકાના લાડોલ ગામે ડી.એમ. હાઈસ્કૂલની બાજુમાં રહેતા પરિવારની સગીરા 3 ઓક્ટોબરે વહેલી સવારે ઘરે નહીં જણાતાં શોધખોળ કરવા છતાં મળી નહોતી. જ્યારે તેમની બાજુમાં રહેતા રાજુજી કેશાજી ઠાકોરનો દીકરો મેઘરાજ પણ ગુમ હોવાની જાણ થતાં સગીરાની માતાએ તેમની દીકરીને મેઘરાજ ભગાડી ગયો હોવાની આશંકા હોઇ તેમણે લાડોલ પોલીસ મથકમાં મેઘરાજ રાજુજી ઠાકોર સામે સગીરાના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...