ધોળા દિવસે ચોરી:મહેસાણાના રાધનપુર રોડ પર બાઈક પાર્ક કરી યુવક ચા પીવા ગયો, પાછળથી તસ્કરો બાઇક ઉઠાવી ગયા

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેર માં આવેલા રાધનપુર રોડ પર બાઈક ચલાક પોતાનું બાઈક પાર્ક કરી ચા પીવા જતા અજાણ્યા તસ્કરો બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર મામલે ફરિયાદીએ બાઇક ચોરી મામલે મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં દેદીયાસણ નજીક રહેતા જીગ્નેશ કુમાર વણકર નામના વ્યક્તિએ મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તે પોતાનું બાઈક લઇ રાધનપુર ચોકડી પાસે આવેલ ભાવના મોબાઈલ શોપ નજીક પોતાનું (GJ-2B-G6-333)બાઈક પાર્ક કરી ચાની લારી પર ચા પીવા ગયા હતા.ચા પીધા બાદ ફરિયાદી પોતાનું બાઈક લેવા જતા બાઈક જોવા મળ્યું નહોતું બાદમાં આસપાસમાં તપાસ કરતા બાઈક ક્યાંય ન મળતા આખરે ફરિયાદીએ મહેસાણા બી ડિવિઝન માં ચોરી મામલે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...