20 મિનિટમાં એક્ટિવાની ચોરી:મહેસાણાના જોટાણામાં એક્ટિવા પાર્ક કરીને યુવક હવનમાં ગયો, પાછળથી તસ્કરો ઉછાવી ગયા

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના ભાઇના ઘરે હવન હોવાથી મોટાભાઈ એક્ટિવા લઇ મહેમાનગતિએ ગયો હતો

મહેસાણા નજીક આવેલા જોટાણા ખાતે હવનના કાર્યક્રમ હાજરી આપવા આવેલા વ્યક્તિએ પોતાનું એક્ટિવા ગામમાં પાર્ક કર્યું હતું. જે એક્ટિવા અજાણ્યા લોકો ચોરી જતા હાલમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ભસરિયા ગામના યુવકનું એક્ટિવા ચોરાયું

મહેસાણા તાલુકાના આસપાસના વિસ્તારમાં અવારનવાર ચોરીઓની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સાંથલ પોલીસ મથકમાં નોંધાઈ છે. જોટાણમાં આવેલા પ્રજાપતિ વાસમાં માતાજીના હવનમાં આવેલા ભસરિયા ગામના યુવકે પોતાનું એક્ટિવા ગામના ચબૂતરા નજીક પાર્ક કર્યું હતું.

પાર્ક કર્યાના માત્ર 20 મિનિટમાં અજાણ્યા ઈસમો એક્ટિવા ચોરી ગયા હતા. સમગે મામલે પ્રજાપતિ વિષ્ણુભાઈ નામના વ્યક્તિએ સાંથલ પોલીસ મથકમાં એક્ટિવા ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...