તપાસ:કડીના બુડાસણમાં સગીરા સાથે પ્રેમસંબંધ કરવા યુવકે દબાણ કર્યું

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાએ ફરિયાદ કરતાં પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો

કડીના બુડાસણમાં એક સગીર વયની કિશોરીને બળજબરીથી ફોન આપી, પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી, ભગાડી તેમજ મારી નાખવાની ધમકી આપતા કિશોરીના માતા-પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો. તેથી યુવકે કિશોરીના માતા-પિતાને અપશબ્દો બોલતા કિશોરીની ફરિયાદના આધારે કડી પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો છે. કડીના બુડાસણમાં 10 દિવસ પહેલાં સગીર વયની કિશોરીને ગામનો નિખીલ પટેલે બળજબરીથી ફોન આપતા કિશોરીએ ફોન લેવાનો ઈન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...