તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ઘરેથી ભાગેલી વિજાપુરના સુંદરપુરની યુવતીએ મહેસાણા પોલીસને કહ્યું, ‘સાહેબ, લગ્નના નામે પૈસા પડાવી પિતા લગ્ન કરાવતા નથી’

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરેથી ભાગેલી વિજાપુરના સુંદરપુરની યુવતી મહેસાણા પોલીસ કંટ્રોલરૂમ પહોંચી
 • 7 ડિસેમ્બરે લગ્નનું મુહૂર્ત હોવા છતાં પિતાએ લગ્નનો ઇન્કાર કરતાં યુવતી ઘરેથી ભાગી મંગેતરના ઘરે પહોંચી

મહેસાણા પોલીસ કંટ્રોલરૂમમાં પહોંચેલી વિજાપુરના સુંદરપુરની યુવતીએ સાહેબ મારા પિતા મારા નામે પૈસા લઇને લગ્ન કરાવતા નથી અને હું વિરોધ કરું તો મને ખૂબ જ માર મારે છે તેવી ફરિયાદ કરતાં કંટ્રોલ ઇન્ચાર્જે લાડોલ પોલીસને જાણ કરી કેસની વિગત જાણી કાર્યવાહી કરવાનું કહેતાં જ યુવતી રડી પડી હતી. નોંધનીય છે કે, રૂ.50 હજાર લીધા બાદ પણ લગ્ન ન કરaાવતાં યુવતી ઘરેથી ભાગીને યુવાનને ઘરે જતાં પિતા ધમકી આપતા હતા.

પિતાએ લગ્નનો ઇનકાર કરી માર માર્યો હતો
સુંદરપુરની 18 વર્ષની યુવતીના 7 ડિસેમ્બરે લગ્ન નિર્ધારીત થવા છતાં પિતાએ લગ્નનો ઇન્કાર કરી પુત્રીને માર મારતાં તે ઘર છોડી ગઇ હતી. જેની સાથે લગ્ન થવાના હતા તેના ઘરે યુવતી પહોંચી હોવાની જાણ થતાં જ પિતા તરફથી મળતી ધમકીઓથી કંટાળી યુવતી શનિવારે મહેસાણા એસપીને મળવા પહોંચી હતી. પરંતુ એસપી ન મળતાં કંટ્રોલરૂમમાં જઇ પિતાએ લગ્ન કરાવવાનું કહી અત્યાર સુધીમાં યુવાન પાસેથી રૂ.50 હજાર પડાવ્યા છે અને આવા બીજા લોકોને પણ છેતર્યા છે. લગ્નની તારીખ નક્કી થવા છતાં લગ્ન કરાવવાનો પિતાએ ઇન્કાર કરતાં 3 દિવસ પહેલાં ઘરેથી રાત્રે ભાગીને મહેસાણા આવી હોવાનું જણાવી પિતા સામે ફરિયાદ દાખલ કરવા જીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો