તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:મહેસાણામાં ટ્રેન નીચે પડતું મૂકતાં યુવકનું ગળુ અને બે હાથ કપાઇ ગયા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણાના ટીબી રોડ પર વિરમગામ લાઇન પરની ઘટના, ઓળખના પ્રયાસો

મહેસાણાના ટીબી રોડ પર નાળા ઉપરથી પસાર થતી વિરમગામ લાઇન ઉપર બુધવારે પસાર થયેલી ટ્રેન સામે પડતું મૂકી યુવાને આપઘાત કર્યો હતો. જેમાં યુવાનનું ગળુ અને બે હાથ કપાઇ ગયા હતા. રેલવે પોલીસે મૃતકની ઓળખના પ્રયાશ હાથ ધર્યા છે.મહેસાણા-વિરમગામ રેલવે લાઇન પરથી બુધવારે સવારે 9 વાગે પસાર થયેલી ટ્રેન સામે અજાણ્યા યુવાને પડતું મૂકી આપઘાત કર્યો હતો. ટ્રેનના ડ્રાઇવરે રેલવે પોલીસને ઘટના સંબંધે જાણ કરતાં બનાવ સ્થળે પહોંચેલા હે.કો. નાગજીજીએ અહીં તપાસ કરતાં ગળુ અને બે હાથ કપાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી.

પોલીસે સ્થાનિક 50થી વધુ લોકોની પૂછપરછમાં તેની ઓળખ થઇ શકી નોહતી. રેલવે પોલીસે આશરે 30 વર્ષના લાલ ટીશર્ટ અને બ્લ્યુ પેન્ટ પહેરેલા અજાણ્યા વ્યક્તિના કપડાંની લીધેલી જડતી દરમિયાન પણ તેની ઓળખ મળે તેવા દસ્તાવેજ ન મળતાં લાશનું સિવિલમાં પીએમ કરાવી કોલ્ડરૂમમાં મૂકાવી હતી. રેલવે પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો